ગુજરાતમાં સેવા આપી ચૂકેલા સુપ્રીમ કોર્ટના જજે કહ્યું, આવી અરજીઓથી અમને શરમ આવે છે
Supreme Court News: સુપ્રીમ કોર્ટ સમક્ષ જ્યારે 14 વર્ષથી પેન્ડિંગ કેસ આવ્યો ત્યારે જજે કહ્યું કે મને આ જોત શરમ અનુભવાયા છે. ખરેખર બુધવારે સુપ્રીમ કોર્ટે 2010ની એક અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી, જેના પર રાજસ્થાન વતી હાજર વકીલે સ્ટેની માગ કરી હતી. આ અરજી એક જમીન સંપાદન અને તેની ચૂકવણી સંબંધિત હતી.
ડિવિઝન બેન્ચે સુનાવણી કરી હતી...
જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે આ મામલે સ્ટે આપવાની માગ ફગાવતાં કહ્યું કે આ શરમજનક બાબત છે કે 14 વર્ષથી આ અરજી હજુ પણ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે, 'અમે ખૂબ જ શરમ અનુભવીએ છીએ કે 2010ની અરજી હજુ સુધી પેન્ડિંગ છે અને તેમ છતાં અમને તેના પર સ્ટે આપવા કહેવાઈ રહ્યું છે. 2010ના આ કેસમાં અમે સ્ટે ન આપી શકીએ. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ જે.બી.પારડીવાલા
ખરેખર મામલો શું હતો
ઉલ્લેખનીય છે કે આ અરજી 1976માં કરાયેલા જમીન સંપાદન સાથે સંબંધિત હતી, જેના કારણે વર્ષ 1981માં પ્રતિવાદીઓને 90 હજાર રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રકમ રાજ્ય સરકાર દ્વારા વળતર તરીકે આપવાની હતી. વર્ષ 1997માં રાજ્યએ દાવો કર્યો હતો કે રકમ વ્યાજ સાથે ચૂકવી દેવાઈ હતી. જોકે વિવાદ તો આ મુદ્દાને લઈને જ હજુ યથાવત્ છે.
રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો
અહેવાલ મુજબ રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જ્યારે ડિવિઝન બેન્ચે હાલના પ્રતિવાદીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ આ મામલે રાજસ્થાન સરકારે 2010માં સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકાર્યો હતો.
કેસમાં વિલંબ પર જસ્ટિસ પારડીવાલા બગડ્યાં
સુનાવણી દરમિયાન જ્યારે સુપ્રીમ કોર્ટે રાજ્ય તરફથી હાજર રહેલા વકીલ અર્ચના પાઠક દવેને જમીનની વર્તમાન સ્થિતિ વિશે પૂછ્યું, ત્યારે તેમણે જવાબ આપવા માટે સમય માંગ્યો. જસ્ટિસ પારડીવાલાએ કેસમાં પહેલાથી જ થઈ રહેલા વિલંબ પર ભાર મૂકતાં કહ્યું કે રેકોર્ડના આધારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) આર.એમ. લોઢા આ કેસમાં વકીલ તરીકે હાઈકોર્ટ સમક્ષ હાજર થયા હતા. તેઓ આ કોર્ટના CJI તરીકે નિવૃત્ત થયા છે અને તેમ છતાં તમે નિર્દેશો માટે વધુ સમય માંગી રહ્યા છો. આ બધું શું છે?' આટલું કહેતા જ કોર્ટે આ કેસમાં પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. ઉપરાંત, પક્ષકારોને 10 દિવસની અંદર કેસ સાથે સંબંધિત કોઈપણ અન્ય માહિતી અને દસ્તાવેજો ફાઇલ કરવા માટે કહેવામાં આવ્યું હતું.