Get The App

જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટ રાજકીય કેસોનું કેન્દ્ર બની જાય છે : CJI

ચૂંટણી આવતાની સાથે જ છેતરપિંડીના કેસમાં અનેક ગણો વધારો થતો જોવા મળે છે

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટ રાજકીય કેસોનું કેન્દ્ર બની જાય છે : CJI 1 - image


CJI said on Election Approach : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે બંધારણ દિવસ નિમિતે યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી સંબંધિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં છેતરપિંડીના કેસોની સંખ્યામાં વધારો થાય છે. આ વાત કરતા તેમને ભારપૂર્વક કહ્યું કે, આ સમયગાળા દરમિયાન કોર્ટ ઘણીવાર રાજકીય મુકદ્દમાનું કેન્દ્ર બની જાય છે.  CJI વધુમાં એમ પણ જણાવ્યું કે, જો વાત પર ધ્યાન આપીએ તો જણાય છે કે ચૂંટણી પૂરી થયા બાદ બધું શાંત થઈ જાય છે.     

ચૂંટણી આવતાની સાથે જ છેતરપિંડીના કેસમાં અનેક ગણો વધારો : CJI 

26 નવેમ્બરે બાર એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ચીફ જસ્ટિસે હાજરી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, ન્યાયાધીશ તરીકે મને લાગે છે કે જેમ-જેમ ચૂંટણી નજીક આવે છે તેમ-તેમ છેતરપિંડીના કેસ વધવા લાગે છે. CJI કહે છે કે કોર્ટ દરરોજ આવા મામલાઓનો નિકાલ કરે છે. કેટલીક અદાલતોમાં છેતરપિંડીના કેસોમાં અનેક ગણો વધારો જોવા મળે છે.

ન્યાયિક વ્યવસ્થા સુગમ બનવા પર પણ બોલ્યા CJI 

આ ઉપરાંત પણ તેમણે ન્યાયિક વ્યવસ્થા સુગમ બનવા પર વાત કરતા કહ્યું કે, અમારા દરેક પ્રયાસમાં દેશના નાગરિકોની સમાન ભાગીદારી છે. બંધારણ દિવસના અવસરે રાષ્ટ્રપતિએ કેદીઓની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં CJIએ કહ્યું કે અમે અમારી ન્યાયિક પ્રક્રિયાને દરેક માટે સરળ અને વધુ સુલભ બનાવી રહ્યા છીએ, જેથી દરેક તેનો લાભ લઈ શકે અને લોકોને બિનજરૂરી રીતે જેલમાં તેમના દિવસો પસાર ન કરવા પડે.



Google NewsGoogle News