Get The App

અતિત અને ભવિષ્યને લઈને અનેક સવાલ છે, શું મારો કાર્યકાળ...', રિટાયરમેન્ટ પહેલા CJI ચંદ્રચૂડ શા માટે ચિંતામાં, કહી દિલની વાત

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
અતિત અને ભવિષ્યને લઈને અનેક સવાલ છે, શું મારો કાર્યકાળ...', રિટાયરમેન્ટ પહેલા CJI ચંદ્રચૂડ શા માટે ચિંતામાં, કહી દિલની વાત 1 - image


Image Source: Twitter

CJI DY Chandrachud: CJI ચંદ્રચૂડ આવતા મહીને રિટાયર થવા જઈ રહ્યા છે. આ પહેલા તેમણે પોતાના અતિત અને ભવિષ્યને લઈને ચિંતા અને શંકા વ્યક્ત કરી છે. તેમણે આજે કહ્યું કે પોતાના કાર્યકાળને લઈને મારા મગજમાં અનેક સવાલો છે કે હું ભવિષ્યમાં આવનારા ન્યાયાધીશો અને વકીલો માટે શું વારસો છોડીને જઈશ. તેણે કહ્યું કે જેમ જેમ રિટાયરમેન્ટનો સમય નજીક આવી રહ્યો છે તેમ-તેમ મારા મનમાં અતિત અને ભવિષ્યને લઈને અનેક સવાલ છે. 

ઈતિહાસ મારા કાર્યકાળને કેવી રીતે જજ કરશે

CJI ચંદ્રચુડ ભૂટાનની જેએસડબલ્યુ લો સ્કૂલના કોનવોકેશન સેરેમનીમાં સામેલ થયા હતા, જ્યાં તેમણે પોતાના રિટાયરમેન્ટ પર વાત કરી હતી. જસ્ટિસ ચંદ્રચુડ આવતા મહિને નવેમ્બરમાં રિટાયર થઈ રહ્યા છે. તેઓ બે વર્ષથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું પદ સંભાળી રહ્યા છે. CJI ચંદ્રચુડે કહ્યું કે મને ખબર છે કે, 'રિટાયરમેન્ટ અંગે જે સવાલો મારા મનમાં ફરી રહ્યા છે, તેના જવાબ મને નથી મળવાના. મારો બે વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ હું નવેમ્બરમાં ચીફ જસ્ટિસનું પદ છોડવા જઈ રહ્યો છું. જેમ-જેમ મારો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમ-તેમ મારું મન ભવિષ્ય અને અતિતના ડરને લઈને અનેક સવાલોથી ઘેરાયેલું છે. હું વિચારું છું કે શું મેં એ હાંસલ કરી લીધુ જે હું કરવા માગતો હતો. ઈતિહાસ મારા કાર્યકાળને કેવી રીતે જજ કરશે, શું હું કંઈક અલગ કરવામાં સફળ થઈ શક્યો, હું ભવિષ્યના જજો અને વકીલો માટે શું વારસો છોડીશ.'

કેટલાક સવાલોના જવાબો ક્યારેય નહીં મળશે

CJIએ આગળ કહ્યું કે, આ સવાલોના જવાબ મારા નિયંત્રણમાં નથી અને કદાચ કેટલાક સવાલોના જવાબો ક્યારેય નહીં મળશે. હું બસ એટલું જાણું છું કે બે વર્ષ સુધી ચીફ જસ્ટિસના પદ પર રહીને મેં મારી ફરજ પૂરી ઈમાનદારીથી નિભાવી છે. મેં મારા કામને સંપૂર્ણ યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે અને હું દેશ માટેના પોતાના અત્યંત સમર્પણથી સંતુષ્ટ છું. હું દરરોજ સવારે જાગીને મારી જાતને વચન આપું છું કે હું મારા કામમાં સંપૂર્ણ યોગદાન આપીશ અને રાત્રે એ સંતોષ સાથે સૂઈ જાઉં છું કે મેં સંપૂર્ણ સમર્પણ સાથે દેશની સેવા કરી છે. તેમાં જ હું આશ્વાસન શોધું છું. બાળપણથી જ મને વિશ્વમાં પરિવર્તન લાવવાનો જુસ્સો હતો અને હું કલાકો સુધી કામ કરતો હતો. 

વ્યક્તિગત વિકાસ માટે ડરનો સામનો કરવો મહત્વપૂર્ણ

તેમણે વધુમાં કહ્યું કે અમારી જે યાત્રા છે તેમાં અમે ખુદને ભૂલી જઈએ છીએ. જ્યારે અમે કોઈ પ્રોજેક્ટ માટે કામ કરીએ છીએ ત્યારે તેમાં પૂરા મનથી લાગી જઈએ છીએ અને તે યાત્રાનો આનંદ નથી માણી શકતા. કારણ કે, મનમાં નિષ્ફળતાનો ડર હોય છે અને આ ડરને દૂર કરવો કોઈના માટે સરળ નથી. જો કે, વ્યક્તિગત વિકાસ માટે આ ડરનો સામનો કરવો અને તેને દૂર કરવો મહત્વપૂર્ણ છે.


Google NewsGoogle News