ચુકાદો સરળ ભાષામાં લખવો અને સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ, જજોને CJI ચંદ્રચૂડની સલાહ

- બ્રિટનના બંધારણીય કાયદા નિષ્ણાત સર આઈવર જેનિંગ્સે કહ્યું હતું કે, ભારતનું બંધારણ વકીલો માટે સ્વર્ગ છે

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
ચુકાદો સરળ ભાષામાં લખવો અને સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ, જજોને CJI ચંદ્રચૂડની સલાહ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 11 માર્ચ 2024, સોમવાર

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ (CJI Chandrachud) હંમેશા પોતાની વાતોથી ચર્ચામાં રહેતા હોય છે. ચીફ જસ્ટિસે એક કાર્યક્રમમાં કહ્યું કે, જજોએ પોતાનો ચુકાદો સરળ ભાષામાં લખવો જોઈએ. તેમણે કહ્યું કે, જજોએ ચુકાદો સરળ ભાષામાં લખવો જોઈએ અને સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ. 

CJIએ આગળ કહ્યું કે, લોકોને તેમની પ્રાદેશિક ભાષાઓમાં કોર્ટના નિર્ણયો આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. CJI એક ગણતંત્રના રૂપમાં ભારતના 75મા વર્ષની ઉજવણીમાં પ્રાદેશિક/રાજ્ય-સ્તરીય આપણુ સંવિધાન આપણુ સન્માન અભિયાનના ઉદ્ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા. રાજસ્થાનના બિકાનેરમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી રામ મેઘવાલ પણ સામેલ થયા હતા.

ભારતનું બંધારણ વકીલો માટે સ્વર્ગ છે

આ અભિયાનનું ઉદ્દેશ્ય બંધારણ અને નાગરિકોના અધિકારો અને કર્તવ્યો વિશે જાગૃતિ વધારવાનું છે. પોતાના સંબોધનની શરૂઆતમાં CJIએ કહ્યું કે, બંધારણ કોઈ પણ દેશની એકતા અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે. તેને સ્પષ્ટ કરતા તેમણે બ્રિટનના બંધારણીય કાયદા નિષ્ણાત સર આઈવર જેનિંગ્સનો પણ હવાલો આપ્યો. સર આઈવર જેનિંગ્સે કહ્યું હતું કે, ભારતનું બંધારણ વકીલો માટે સ્વર્ગ છે. 



Google NewsGoogle News