કોરોના વખતે પીએમ મોદીએ મને ફોન કરી વૈદ્યની દવા અપાવી હતી, સીજેઆઈ ચંદ્રચૂડે યાદ કર્યો રસપ્રદ કિસ્સો

દિલ્હીમાં ગુરુવારે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડના હસ્તે આયુષ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
કોરોના વખતે પીએમ મોદીએ મને ફોન કરી વૈદ્યની દવા અપાવી હતી, સીજેઆઈ ચંદ્રચૂડે યાદ કર્યો રસપ્રદ કિસ્સો 1 - image


CJI DY Chandrachud: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે ગુરૂવારે સુપ્રીમ કોર્ટના પરિસરમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન સીજેઆઈ ચંદ્રચૂડે કોરોના મહામારી આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (AYUSH) સાથેના તેમના અનુભવની વ્યક્ત કર્યા હતા અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીતના એક કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ કોરોના સંક્રમિત થયા હતા 

આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કર્યા બાદ સીજેઆઈ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે 'જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ હતી, ત્યારથી હું આયુષ સાથે જોડાયેલો છું. હું કોરોના સંક્રમિત થયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે વાત કરી અને તેમણે કહ્યું હતું કે, મને આશા છે કે બધું સારું થઈ જશે. મને ખ્યાલ છે કે તમારી તબિયત સારી નથી, પણ અમે બનતા દરેક પ્રયાસ કરીશું. ત્યાં એક વૈદ્ય છે, જે આયુષમાં સેક્રેટરી પણ છે, હું તેમની સાથે વાતચીત કરીશ અને તે તમને દવાઓ મોકલી આપશે.'

કોરોના સંક્રમણનો અનુભવ જણાવતા સીજેઆઈ ચંદ્રચૂડે આગળ કહ્યું કે, 'જ્યારે હું કોરોના સંક્રમિત થયો, ત્યારે મેં આયુષ પાસેથી દવાઓ લીધી હતી. બીજી અને ત્રીજી લહેરમાં જ્યારે મને કોરોના થયો ત્યારે પણ મેં એલોપેથીની દવાઓ લીધી ન હતી. હું સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો, તેમના પરિવારો અને 2 હજારથી વધુ સ્ટાફ સભ્યોની ચિંતા કરતો હતો કારણ કે તેમને જસ્ટિસ જેવી સુવિધાઓ મળતી નથી. હું ઈચ્છું છું કે તેઓ સર્વગ્રાહી પેટર્નથી જીવે. હું મંત્રી સર્બાનંદ સોનોવાલનો આભાર માનું છું.'

સીજેઆઈ ચંદ્રચૂડે પોતાની દિનચર્યા જણાવતા કહ્યું કે, 'હું યોગ કરું છું. હું વીગન ડાયટ ફોલો કરું છું. છેલ્લા પાંચ મહિનાથી હું વીગન ડાયટ જ ફોલો કરું છું.'


Google NewsGoogle News