'બધા માટે સરળ અને સુવિધાજનક બનશે ન્યાયિક પ્રક્રિયા', CJIએ ઈ-સેવા કેન્દ્ર શરૂ કરવાનો જણાવ્યો ઉદ્દેશ્ય
તમામ અદાલતોમાં 'ઈ-સેવા કેન્દ્રો' ખોલવામાં આવ્યા
સીજેઆઈએ કહ્યું કે અમારા દરેક પ્રયાસમાં અમારા નાગરિકોની સમાન ભાગીદારી છે
E Service Center : ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રૂચડ (CJI DY Chandrachud) એ કહ્યું હતું કે દેશના તમામ નાગરિકોને ન્યાયિક પ્રક્રિયાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ અદાલતોમાં "ઈ-સેવા કેન્દ્રો' ખોલવામાં આવ્યા છે.
ઇ-સેવા કેન્દ્ર શરૂ કરાયા
ભારતના ચીફ જસ્ટિસ ચંદ્રચુડે બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન "ઈ-સેવા કેન્દ્ર'નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ન્યાયતંત્ર ટેક્નોલોજીને અપનાવે છે. અમે તમામ અદાલતોમાં "ઈ-સેવા કેન્દ્ર' પણ શરૂ કર્યા છે તે સુનિશ્ચિત કરવા માટે કે કોઈ પણ નાગરિક ન્યાયિક પ્રક્રિયામાં પાછળ ન રહી જાય. ટેક્નોલોજીનો અર્થ એ નથી કે આપણે ખુદને નાગરિકોથી દૂર કરી દઈએ.
સીજેઆઈએ શું કહ્યું?
સીજેઆઈએ કહ્યું કે અમારા દરેક પ્રયાસમાં અમારા નાગરિકોની સમાન ભાગીદારી છે. ગત બંધારણ દિવસના અવસરે રાષ્ટ્રપતિએ કેદીઓની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં CJIએ કહ્યું કે અમે અમારી ન્યાયિક પ્રક્રિયાને દરેક માટે સરળ અને વધુ સુલભ બનાવી રહ્યા છીએ, જેથી દરેક તેનો લાભ લઈ શકે અને લોકોને બિનજરૂરી રીતે જેલમાં તેમના દિવસો પસાર ન કરવા પડે.
પંજાબ સરકારના અનેક અધિકારીઓ દોષિત ઠર્યા
સુરક્ષા ચૂકની તપાસ કરનાર સુપ્રીમકોર્ટ દ્વારા નિમાયેલી સમિતિએ સુરક્ષા ચૂક માટે પંજાબ સરકારના અનેક અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ભગવંત માનના નેતૃત્વ હેઠળની વર્તમાન આમ આદમી પાર્ટીની સરકારે હવે આ ચૂક માટે સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.