Get The App

સુપ્રીમ કોર્ટ તારીખ પે તારીખ... વાળી કોર્ટ ન બની શકે; વકીલોને ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કરી ટકોર

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટ તારીખ પે તારીખ... વાળી કોર્ટ ન બની શકે; વકીલોને ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કરી ટકોર 1 - image


Image Source: Twitter

- માત્ર બે મહિનામાં  3,688 કેસોને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી 

નવી દિલ્હી, તા. 03 નવેમ્બર 2023, શુક્રવાર

Supreme Court: CJI ડીવાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં કેસોને મુલતવી રાખવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, સુપ્રીમ કોર્ટને તારીખ પે તારીખ વાળી કોર્ટ ન બનવા દઈ શકીએ. તેમણે કહ્યું કે, તેના કારણે કોર્ટની સારી થઈ રહેલી કેસોની ફાયલિંગ અને લિસ્ટિંગની પ્રક્રિયા પર પણ અસર પડે છે. તેમણે બારને અપીલ કરી છે કે, મામલાને વધુ જરૂર પડવા પર જ મુલતવી રાખો.

સુપ્રીમ કોર્ટ તારીખ પે તારીખ... વાળી કોર્ટ ન બની શકે

આજે CJIએ એવા મામલાની જાણકારી શેર કરી જેને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે માત્ર બે મહિનામાં  3,688 કેસોને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. જ્યારે મોટાભાગના કેસો તાત્કાલિક સુનાવણી માટે હતા. ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે આને તારીખ પે તારીખ વાળી કોર્ટ ન બનવા દઈ શકીએ. જો આટલા મામલા સ્થગિત રહે તો તે કોર્ટની છબી માટે સારું નથી.

178 એડજર્નમેન્ટ સ્લિપ ફાઈલ કરવામાં આવી

તેમણે કહ્યું, હું કોર્ટમાં કેસ દાખલ થવાથી લઈને તે પ્રથમ સુનાવણી માટે આવે ત્યાં સુધીની પ્રક્રિયા પર દેખરેખ રાખી રહ્યો છું. જેથી કરીને  એ સુનિશ્ચિત કરી શકાય કે, તેમાં ઓછામાં ઓછો સમય લાગે. જો આપણે આને મારી પાસેના ડેટા સાથે સરખાવીએ તો તે દર્શાવે છે કે આજે 178 એડજર્નમેન્ટ સ્લિપ ફાઈલ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, સરેરાશ રોજ 154 એડજર્નમેન્ટ થાય છે. છેલ્લા બે મહીનામાં કુલ 3,688 એડજર્નમેન્ટ છે. તે કેસ દાખલ કરવા અને સુનાવણી માટે સુચિબદ્ધ કરવાના પ્રયત્નને અસફળ બનાવે છે. 

CJIએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન મુલતવી રાખવામાં આવેલા કેસોની સંખ્યા લિસ્ટેડ કેસ કરતાં ત્રણ ગણી વધારે હતી. આ કેસોની સુનાવણી ટૂંક સમયમાં કરવામાં આવી રહી છે પરંતુ તે જ કેસોમાં ફરીથી તેને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી રહી છે. CJIએ કહ્યું કે, હું બારના સભ્યોને અનુરોધ કરું છું કે, જ્યાં સુધી વધુ જરૂરી ન હોય ત્યાં સુધી એડજર્નમેન્ટ ન માંગે. આ કોર્ટ તારીખ પે તારીખ વાળી કોર્ટ ન બની શકે.



Google NewsGoogle News