Get The App

યૌનશોષણનો શિકાર મહિલા જજે સુપ્રીમકોર્ટને પત્ર લખી માગી 'ઈચ્છામૃત્યુ', CJI થયા એક્ટિવ, જાણો મામલો

આ પત્ર વાયરલ થતાં જ સીજેઆઈએ અલ્હાબાદ હાઈકોર્ટ પાસે સ્ટેટસ રિપોર્ટ માગ્યો

ચારેકોર સનસનાટી ફેલાઇ, સોશિયલ પર આ કેસની ચર્ચા, દોઢ વર્ષ થઈ ગયો કેસને

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
યૌનશોષણનો શિકાર મહિલા જજે સુપ્રીમકોર્ટને પત્ર લખી માગી 'ઈચ્છામૃત્યુ', CJI થયા એક્ટિવ, જાણો મામલો 1 - image


Banda Civil judge Arpita Sahu Supreme court permission to end life: ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના મહિલા સિવિલ જજે સુપ્રીમ કોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માગ કરી છે.  જોકે આ મામલો સામે આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર પણ સનસનાટી ફેલાઈ ગઈ હતી અને પીડિતાનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવી ગયું.

સુપ્રીમકોર્ટને પત્ર લખી કરી માગ 

મહિલા જજે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી હતી. મહિલા જજે સુપ્રીમ કોર્ટને લખેલા પત્રમાં શોષણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કેવી રીતે તેમની સાથે અન્યાય થયો, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી. 

શું હતો મામલો? 

બાંદાના બાબેરુ તાલુકામાં સિવિલ જજ તરીકે તહેનાત મહિલા જજે સુપ્રીમકોર્ટને લખેલા પત્રમાં પોતાની આપવીતી વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે જજ અને તેના સાથીએ તેમને રાતે ઘરે આવવા દબાણ કર્યું. તેમનું શારીરિક અને માનસિક રીતે શોષણ કર્યું. જ્યારે તેમણે ન્યાય માગ્યો તો પણ કોઈ સુનાવણી ન થઈ. દોઢ વર્ષ વીતી જવા છતાં મારી સાથે થયેલા અન્યાયથી કોઈને ફેર પડ્યો નથી. એટલા માટે મેં મારા જીવનને ટૂંકાવવાનો નિર્ણય લીધો છે. હું હવે જીવવા નથી માગતી. એટલા માટે સુપ્રીમકોર્ટથી ઈચ્છા મૃત્યુ માગી રહી છું. 

હાઈકોર્ટે 8 સેકન્ડમાં કેસને ફગાવી દીધો હતો 

પીડિત મહિલા જજે સુપ્રીમ કોર્ટ પાસેથી ઈચ્છામૃત્યુની પરવાનગી માગતા કહ્યું કે મેં આ મામલે 2022માં અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ ફરિયાદ કરી હતી, પરંતુ ન્યાય ન મળ્યો. આજ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈએ મારા કેસમાં રસ પણ દાખવ્યો નથી. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, પરંતુ 8 સેકન્ડમાં જ મામલો બરતરફ થઈ ગયો હતો. તેથી જ મારે હવે જીવવું નથી. 

પત્ર વાયરલ થતાં CJIએ માગ્યો સ્ટેટસ રિપોર્ટ 

ઉત્તરપ્રદેશની મહિલા જજનો ઈચ્છામૃત્યુ માગતો પત્ર વાયરલ થતાં સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ એક્ટિવ થયા હતા અને તેમણે અલ્હાબાદ હાઈકોર્ટથી આ કેસમાં સ્ટેટસ રિપોર્ગ માગ્યો હતો. સુત્રોએ જણાવ્યું કે તેમણે મોડી રાતે સુપ્રીમકોર્ટના સેક્રેટરી જનરલ અતુલ એમ કુરહેકરને અલ્હાબાદ હાઈકોર્ટના તંત્ર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માગવા આદેશ કર્યો હતો. 

યૌનશોષણનો શિકાર મહિલા જજે સુપ્રીમકોર્ટને પત્ર લખી માગી 'ઈચ્છામૃત્યુ', CJI થયા એક્ટિવ, જાણો મામલો 2 - image


Google NewsGoogle News