Get The App

ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મને કહ્યું હતું કે...: CJI ચંદ્રચૂડે કયો ખુલાસો કર્યો!

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
CJI Chandrachud


CJI Chandrachud On Supreme Court : ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં વિશેષ લોક અદાલતના સ્મરણોત્સવને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે  ભારત સરકારના વરિષ્ઠ સચિવ અને પૂર્વ સિવિલ અધિકારીને એક ખુલાસો કર્યો હતો. CJI ચંદ્રચૂડે ખુલાસો કરીને અધિકારીએ કહેલી વાતો જણાવી હતી. જેમાં આ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'તેમને ખબર ન હતી નાના કેસોમાં પણ સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. પરંતુ અમે સુપ્રીમ કોર્ટમાં મોટા કેસોને લઈને કરવામાં આવતા નિર્ણય જોવા ટેવાયેલા છીએ.'

લોક અદાલતનો ઉદ્દેશ્ય લોકોના ઘર સુધી ન્યાય પહોંચાડવાનો છે.

મળતી માહિતી પ્રમાણે, CJI ચંદ્રચૂડે કહ્યું હતું કે, 'ઘણા બધા લોકો એ વાતથી અજાણ  છે કે સર્વોચ્ચ ન્યાયાલય નાના-નાના કેસને લઈને નિર્ણય કરે છે. જ્યારે ડૉ. બી.આર. આંબેડકર જેવા મહાનુભાવ દ્વારા આ બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે તેમણે એક મિશનની સાથે બનાવ્યું હતું. આ ન્યાયાલય સ્થાપના ગરીબ સમાજમાં કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપના પાછળનો વિચાર એ હતું કે  આ એક એવું ન્યાયાલ હશે જે આમ નાગરિકના જીવન સુધી પહોંચશે. લોક અદાલતનો ઉદ્દેશ્ય લોકોના ઘર સુધી ન્યાય પહોંચાડવાનો છે.'

આ પણ વાંચો : અતિભારે વરસાદના કારણે 50ના મોત: હિમાચલ પ્રદેશમાં આફતનો પહાડ, અનેક ગામો તબાહ

CJI ચંદ્રચૂડે શું કહ્યું?

CJI ચંદ્રચૂડે કહ્યું કે, 'લોક અદાલતની ડિઝાઈન તૈયાર કરવાના પ્રયાસમાં અમને દરેક તબક્કે સારો સહયોગ મળ્યો છે. અમે નક્કી કર્યું છે કે દરેક પેનમાં બે ન્યાયાધીશ અને બારના બે સભ્યો રહેશે. આ સાથે એક વરિષ્ઠ એડવોકેટ અને SCAORAના એક એડવોકેટ રહેશે. મને લાગે છે કે ભલેને સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં સ્થાપિત છે, પરંતુ આ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય છે. અમે આખા દેશમાંથી અધિકારીઓને રજિસ્ટ્રીમાં ભરતી કર્યા છે અને તેઓ દેશભરમાં જીવન અને સમાજને લઈને વિવિધતા, સમાવેશ અને જ્ઞાન લાવતા રહેશે.'

ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મને કહ્યું હતું કે...: CJI ચંદ્રચૂડે કયો ખુલાસો કર્યો! 2 - image


Google NewsGoogle News