Get The App

માત્ર કડક કાયદાથી ના થઈ શકે મહિલા સુરક્ષા, માનસિકતા બદલવાની જરૂર: CJI ચંદ્રચૂડ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
Dhananjaya Y Chandrachud


CJI D. Y. Chandrachud Says About Women : મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે, 'આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. જેમાં મહિલાઓ માટે છૂટછાટો આપવાથી તેમને સ્વતંત્રતા અને સમાનતાના આધારે જીવન જીવવાના અધિકારને ઓળખ આપવા તરફ આગળ વધવું જોઈએ. ખાનગી અને જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા માટેના કાયદાની કોઈ કમી નથી. માત્ર કડક કાયદાથી ન્યાયપૂર્ણ વ્યવસ્થા બનાવી શકાતી નથી. સમાજના પિતૃસત્તાક વલણને બદલવા માટે માનસિકતા બદલવાની જરૂર છે. આપણે સંસ્થાકીય અને વ્યક્તિગત ક્ષમતાને પ્રોત્સાહન આપવું જોઈએ.'

આ પણ વાંચો : શાળા-કોલેજ બંધ, માસ્ક ફરજિયાત: આ ખતરનાક વાયરસના કારણે કેરળમાં અનેક સ્થળોએ કડક આદેશ

CJI ચંદ્રચૂડે શું કહ્યું?

એક કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, 'મહિલાના હિતની રક્ષા માટે કાયદામાં કોઈ કમી નથી, પરંતુ કડક કાયદો એકલા ન્યાયપૂર્ણ સમાજનું નિર્માણ કરી શકતો નથી. જીવનના કેટલાક મહાન પાઠ મે મારી મહિલા સહકાર્મિયો પાસેથી શીખ્યાં છે. મારુ માનવું છે કે, વધુ સારા સમાજ માટે મહિલાઓની સમાન ભાગીદારી મહત્વપૂર્ણ છે. ભારતના બંધારણને અપનાવ્યા પહેલા, ભારતીય મહિલા જીવન ચાર્ટરનો મુસદ્દો હંસા મહેતાએ તૈયાર કર્યો હતો. તે નારીવાદી હતી.'

આ પણ વાંચો : તો 2027માં ગુજરાતમાં બે વર્ષ જ ચાલશે સરકાર: વન નેશન-વન ઈલેક્શન માટે રાજ્યોમાં બદલાશે ચૂંટણી શેડ્યૂલ

આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાની સંસ્કૃતિને લઈને શું કહ્યું CJI ચંદ્રચૂડે?

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અને કાયદાના શાસન પર એક પરિષદમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, 'આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાની સંસ્કૃતિમાં વધારો કરવાની અગ્રણી ભૂમિકા નિભાવવાનો સમય આવી ગયો છે, જેનાથી ધરેલૂ અદાલતોથી ઉપર વિવાદ સમાધાન માટે સમાન અવસર ઉપલબ્ધ થઈ શકે. કાયદાના શાસન પ્રત્યે સમ્માન નિષ્પક્ષતા, સ્થિરતા અને પૂર્વાનુમાનને પ્રોત્સાહન આપે છે, જે બદલામાં આર્થિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. પરંતુ રોકાણકારો એવી સિસ્ટમમાં ખીલે છે, જ્યાં અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે, કરાર લાગુ કરવામાં આવે છે અને વિવાદોને અસરકારક રીતે ઉકેલવામાં આવે છે.'


Google NewsGoogle News