Israel-Hamas War : પેલેસ્ટાઇનમાં ભારતના આ રાજ્યના નાગરિકો ફસાયા, CM વિદેશ મંત્રાલયના સંપર્કમાં

બંને વચ્ચેના સંઘર્ષમાં કુલ 500થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે

ઈઝરાયેલના વડાપ્રધાનએ કહ્યું કે હમાસને ભારે કિંમત ચૂકવવી પડશે

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
Israel-Hamas War : પેલેસ્ટાઇનમાં ભારતના આ રાજ્યના નાગરિકો ફસાયા, CM વિદેશ મંત્રાલયના સંપર્કમાં 1 - image


Israel vs Hamas War updates : પેલેસ્ટાઈનના ગાઝા પટ્ટીમાં સક્રિય હમાસ આતંકી સંગઠન (Hamas terrorist Organisation) અને ઈઝરાયલ વચ્ચે જોરદાર યુદ્ધ (Israel vs Hamas War) ભડક્યું છે. આ યુદ્ધમાં બંને તરફ મોટી જાનહાનિ થઈ છે ત્યારે ભારતના મેઘાલયના નાગરિકો પેલેસ્ટાઈનના બેથલહેમ શહેરમાં અટવાયા છે.

મેઘાલયના CMએ સોશ્યલ મીડિયામાં માહિતી આપી

ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને વચ્ચેના સંઘર્ષમાં કુલ 500થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં ગાઝા પટ્ટી ((Israel Palestine Conflict) ) તરફથી કરાયેલા રોકેટ હુમલામાં ઈઝરાયલમાં કુલ 300થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 1500થી વધુ ઘાયલોનો આંકડો છે. ત્યારે બીજી બાજુ ઈઝરાયલ દ્વારા જવાબી કાર્યવાહીમાં ગાઝાપટ્ટીમાં 230થી વધુ લોકોના જીવ લેવાયા છે. અહીં ઘાયલોનો આંકડો પણ 3000ને વટાવી ગયો છે ત્યારે હવે જેરુસલેમની પવિત્ર યાત્રા માટે ગયેલા મેઘાલય રાજ્યના 27 નાગરિકો પેલેસ્ટાઈનના બેથલહેમ (Indian citizens stuck in Bethlehem) શહેરમાં ફસાયા છે. મેઘાલયના સીએમ કોનરાડ સંગમા (Conrad Sangma)એ સોશ્યલ મીડિયામાં માહિતી આપતા લખ્યું હતું કે તેમની સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની ખાતરી કરવા માટે હું વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)ના સંપર્કમાં છું.

ઈઝરાયેલના સાત શહેરો પર હુમલો કરવામાં આવ્યો હતો

આતંકવાદી સંગઠન હમાસે ગઈકાલે સ્વતંત્ર પેલેસ્ટાઈનની માંગ કરી રહેલા ઈઝરાયેલના સાત શહેરો પર હજારો રોકેટ છોડીને અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં શાર્નેગેવ શહેરના મેયર સહિત 300થી વધુ લોકો માર્યા ગયા. હમાસના આતંકવાદીઓએ ઘણા વિદેશી નાગરિકોને પણ બંધક (foreign citizens hostage) બનાવ્યા છે. હમાસના હુમલાનો જવાબ આપતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)એ પણ યુદ્ધની જાહેરાત કરી હતી અને કહ્યું કે હમાસને ભારે કિંમત ચૂકવવી પડશે.

Israel-Hamas War : પેલેસ્ટાઇનમાં ભારતના આ રાજ્યના નાગરિકો ફસાયા, CM વિદેશ મંત્રાલયના સંપર્કમાં 2 - image


Google NewsGoogle News