Get The App

કંગનાને થપ્પડ મારવી ભારે પડી, CISF મહિલા કર્મીની 2450 કિ.મી. દૂર બદલી, પતિને પણ સજા!

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
કંગનાને થપ્પડ મારવી ભારે પડી, CISF મહિલા કર્મીની 2450 કિ.મી. દૂર બદલી, પતિને પણ સજા! 1 - image

Kangana Ranaut: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના નામમાં હવે એક નવી ઓળખ જોડાઈ છે. એકટ્રેસ ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ બની છે. તેમણે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. ચૂંટણીમાં જીત બાદ પરંતુ શપથ પૂર્વે જ એકટ્રેસનું થપ્પડ કાંડ પર જોરશોરથી ચર્ચામાં છે. આ મામલે વધુ એક અપડેટ આવ્યું છે. 

હિન્દી સિનેમાની બેબાક અભિનેત્રી કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારનાર મહિલા CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહિલાની સાથે તેના પતિની પણ બદલી કરવામાં આવી છે. 

ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌતને થપ્પડ મારવાની ઘટના બાદ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે હવે તેમને બેંગ્લોર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 

મહિલા કોન્સ્ટેબલે કંગનાને કેમ માર્યો હતો થપ્પડ? 

કંગનાને થપ્પડ માર્યા બાદ મહિલાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે થપ્પડ મારવાનું કારણ જણાવ્યું હતું. વીડિયોમાં CISF કર્મી કહેતી જોવા મળી હતી કે, "કંગનાએ MSPના વિરોધ સમયે નિવેદન આપ્યું હતું કે, ખેડૂતોના આંદોલનમાં મહિલાઓ 100 રૂપિયા લઈને બેઠી છે. તે સમયે મારી માતા પણ ખેડૂતો આંદોલન થકી સરકાર સામે વિરોધ કરી રહી હતી."

વાસ્તવમાં, કંગનાએ દેશના ખેડૂતોના આંદોલન પર નિશાન સાધતા કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાનીઓને મચ્છરની જેમ કચડી નાખ્યા હતા. 

શું હતી સમગ્ર ઘટના?

કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતી છે. ત્યારબાદ કંગના ચંદીગઢ એરપોર્ટથી દિલ્હી જવા નીકળી હતી પરંતુ સુરક્ષા તપાસ બાદ જ તેને CISFની મહિલા કર્મચારીએ લાફો ઝીંક્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા વાયરલ થયો હતો.

આ વાયરલ વીડિયોમાં થપ્પડ માર્યા બાદ કંગના ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. તે લેડી કોન્સ્ટેબલ સાથે દલીલ કરતી પણ જોવા મળી હતી. આ દરમિયાન કંગનાની ટીમ બચાવ કરતી પણ જોવા મળી હતી. ચંદીગઢ એરપોર્ટ પર પોતાના પર થયેલા હુમલા બાદ અભિનેત્રી કંગના રનૌતે દિલ્હી પહોંચીને આ મામલાની ફરિયાદ CISFના ઉચ્ચ અધિકારીઓને કરી હતી. ત્યારબાદ CISF મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવી હતી અને તપાસ ચાલી રહી હતી.જોકે હવે તેણીની બેંગ્લોર બદલી કરવામાં આવી છે.  


Google NewsGoogle News