Get The App

CIL Recruitment 2024: મેડિકલ એક્ઝિક્યુટિવના પદ પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને વિગતો

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
CIL Recruitment 2024: મેડિકલ એક્ઝિક્યુટિવના પદ પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને વિગતો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 09 માર્ચ 2024 શનિવાર

કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ મેડિકલ એક્ઝિક્યુટિવના પદ પર ભરતી બહાર પાડી છે. આ વેકેન્સીના માધ્યમથી કુલ 34 પદ પર નિમણૂક કરવામાં આવશે. 

આ પદ માટે અરજીની પ્રક્રિયા આજથી બે દિવસ બાદ એટલે કે 12 માર્ચ 2024થી શરૂ થઈ રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 11 એપ્રિલ 2024 સુધી અપ્લાય કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://www.coalindia.in પર જઈને અરજી કરવી પડશે.

જારી સૂચના અનુસાર આ પદ પર અરજી કરનાર જનરલ/યુઆર સીનિયર મેડીકલ સ્પેશ્યાલિસ્ટ (ઈ4 ગ્રેડ) માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 42 વર્ષ હોવી જોઈએ. આ સિવાય સીનિયર મેડીકલ ઓફિસર (સીનિયર મેડીકલ ઓફિસર (ડેન્ટલ) / મેડીકલ સ્પેશ્યાલિસ્ટ (ઈ3 ગ્રેડ) માટે સામાન્ય/યુઆર માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. જોકે, અનામત વર્ગ ઉમેદવારોને સરકારના નિયમાનુસાર છુટ આપવામાં આવશે.

CIL Recruitment 2024: કોલ ઈન્ડિયા લિમિટેડ મેડીકલ એક્ઝિક્યુટિવ ભરતી માટે આ રીતે કરી શકશો ઓનલાઈન અરજી

અપ્લાય કરવા માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઈટ www.eastercoal.nic.in પર લોગ ઈન કરીને પોતાનું અરજી ફોર્મ ભરવુ પડશે. અરજી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ અરજી પત્રની એક પ્રિન્ટઆઉટ કોપીને testimonialsની સ્વ પ્રમાણિત નકલ (ચેક લિસ્ટ મુજબ) સ્પીડ પોસ્ટ દ્વારા જીએમ/એચઓડી (એક્ઝિક્યુટિવ એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ), સેંક્ટોરિયા, દિશારગઢ, પશ્ચિમ બર્ધમાન, પશ્ચિમ બંગાળ-713333 મોકલશે.

CIL Recruitment 2024: કોલ ઈન્ડિયા લિમિટેડ મેડીકલ એક્ઝિક્યુટિવ ભરતી ઈન્ટરવ્યૂમાં લઈને જાવ આ ડોક્યુમેન્ટ્સ

ઉમેદવાર એ વાતનું ધ્યાન રાખે કે ઈન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે જરૂરી તમામ ડોક્યુમેન્ટની ઓરિજનલ કોપીની સાથે ઝેરોક્ષ અને ભરેલી અરજીની પ્રિન્ટઆઉટ લઈને ઈન્ટરવ્યૂ સ્થળ પર પહોંચવુ. જે બાદ ઉમેદવારોના અરજી ફોર્મ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે. કોઈપણ ઉમેદવાર કે જેમની અરજી પૂર્ણ નથી અથવા મૂળ પ્રમાણપત્ર અનુપલબ્ધ છે અથવા કોઈપણ દસ્તાવેજોમાં કોઈપણ વિસંગતતા જોવા મળે છે તે વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.


Google NewsGoogle News