રેકડી પર છોલે ભટૂરે આરોગતી આ કોઇ સામાન્ય હસ્તી નથી. જાણો કોણ છે આ મહાનુભાવ ?
આ વ્યકિતના પુસ્તકો સ્કૂલથી લઇને કોલેજ સુધીના વિધાર્થીઓ ભણે છે
દાયકાઓ પછી આ ભોળી નિદોર્ષ જીવન શૈલીનો આનંદ માણ્યો હતો
પટણા,૧૬ ડિસેમ્બર,૨૦૨૨,શુક્રવાર
સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગની વ્યકિત રસ્તા પરની લારીમાં મળતા છોલે ભૂટરે આરોગતી હોય છે. પ્લાસ્ટિકના કે લોખંડના એક ટેબલ પર બેસીને બીજા ટેબલનો ઉપયોગ નાસ્તો ભરેલી ડીશ મુકવામાં થતો હોય છે. આવું દ્વષ્ય નાના મોટા દરે શહેરોમાં જોવા મળે છે. સંઘર્ષ કરીને જીવતા લોકો માટે નાનો એવો ઢાબો જ ભોજનાલય બની જાય છે. આવી જ રીતે સોશિયલ મીડિયામાં એક સામાન્ય લાગતો માણસનો ફોટો વાયરલ થયો છે. આ સીન બિહારના પાટનગર અને સાંસ્કૃતિક નગર પટણાનો છે.
કુર્તો -પેન્ટ અને પગમાં ચપ્પલ પહેરેલા છે. ગળામાં મફલર જોઇને એકદમ સાદગીભર્યો ચહેરો લાગે છે. નાના ટેબલ પર છોલે ભટૂરેની પ્લેટ છે. રોડ પર રેકડીવાળા પાસેથી ટેસથી છોલે ભટૂરે ખાઇ રહયા છે.એ જાણીને નવાઇ લાગશે કે આ શખ્સ કોઇ સામાન્ય માણસ નથી. તે ભારતના પ્રખ્યાત પ્રોફેસર અને મહાન ભૌતિકજ્ઞા એચ સી વર્મા છે. આ એ વ્યકિત છે જેના પુસ્તકો સ્કૂલથી લઇને કોલેજ સુધીના વિધાર્થીઓ ભણે છે.
તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટમાં ફોટો પોસ્ટ કરતા લખ્યું કે ઓપન એર રેસ્ટોરન્ટમાં ભોજન કરવાની મજા જ જુદી છે. ૩૦ રુપિયામાં મોટા બે ભટૂરે અને છોલે મોંઘવારીને પડકારી રહયા છે.સહકર્મીઓ સાથે ઠેલાસ્વામીના રાજકિય પરિચર્ચા, નીતીશજીને મુંગેરીલાલ કે હસીન સપના દેખાડનારા જાહેર કરવાથી માંડીને વૈશ્વિક મંદી સુધી શુધ્ધ બિહારી કોમેન્ટસ કોઇ ટીવી કાર્યક્રમમાં મળશે નહી. દાયકાઓ પછી આ ભોળી નિદોર્ષ જીવન શૈલીનો આનંદ માણ્યો હતો.
એચ સી વર્મા તરીકે જાણતી (હરિશચંદ્ર વર્મા) દરેક પ્રકારના બેક ગ્રાઉન્ડમાંથી આવતા વિધાર્થીઓ ફિઝિકસને રસથી ભણે અને સમજે તે માટે 8 વર્ષ સુધી મહેનત કરીને પ્રયોગશીલ કોન્સ્પ્ટ ઓફ ફિઝિકસ પુસ્તક લખ્યું હતું. વિધાર્થીઓ કોઇ પણ વિષયને રસથી ના ભણે ત્યાં સુધી નકામું છે એવું તેઓ માને છે. 1952માં બિહારના દરભંગામાં કાયસ્થ પરિવારમાં જન્મ થયો હતો. પિતા શિક્ષક હતા છતાં તેઓ અભ્યાસમાં હોશિંયાર ન હતા. ગણિત અને વિજ્ઞાન વિષયનું શિક્ષણ પિતા પાસેથી લીધું હતું. જો કે ગણિત વિજ્ઞાનમાં જરાં પણ રસ પડતો ન હતો આથી પોતાના અનુભવ પરથી જ વિધાર્થીઓને રસ પડે તેવી શૈલીમાં પાઠયક્રમ સર્જન કર્યા છે.