આ છે સ્વાદ આપવાની સાથે કુપોષણ દૂર કરતી ચોકલેટ, CSIR-IHBTની કમાલ

હિમાચલ પ્રદેશમાં ફેબ્રુઆરીથી કુપોષિત બાળકોને પૌષ્ટિક ચોકલેટ અપાશે

કાંગડામાં 'ભરપૂર' યોજના હેઠળ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
આ છે સ્વાદ આપવાની સાથે કુપોષણ દૂર કરતી ચોકલેટ, CSIR-IHBTની કમાલ 1 - image


Chocolate Will Cure Malnutrition: હવે સ્વાદિષ્ટ ચોકલેટ બાળકોમાં કુપોષણ દૂર કરશે. હિમાચલ પ્રદેશના CSIR-IHBT પાલમપુર (ઇન્સ્ટિટ્યુટ ઑફ હિમાલયન બાયો રિસોર્સ ટેકનોલોજી) એ કુપોષિત બાળકો માટે છ પ્રકારની ચોકલેટબાર તૈયાર કર્યા છે. દરરોજ 2 થી 5 વર્ષના કુપોષિત બાળકોને વિવિધ પ્રકારની ચોકલેટ આપવામાં આવશે. તે પ્રોટીન, ફેટ, આયર્ન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હશે, જે કુપોષિત બાળકોને સ્વસ્થ અને ફિટ બનાવવામાં મદદ કરે છે. આ સિવાય બાળકોમાં ખોરાક લેવાની રૂચિ પણ જગાડશે.  

'ભરપૂર' યોજના હેઠળ પાયલોટ પ્રોજેક્ટ ચલાવાશે 

મહિલા અને બાળ વિકાસ વિભાગ અને કાંગડા જિલ્લા તંત્ર સંયુક્ત  રીતે ફેબ્રુઆરીમાં કાંગડામાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. 'ભરપૂર' યોજના હેઠળ આ ચોકલેટબાર જિલ્લાના દરેક પેટા વિભાગના આંગણવાડી કેન્દ્રોમાં કુપોષિત બાળકો માટે વહેંચાશે. ત્યાર પછી આ યોજના રાજ્યભરમાં અને પછી દેશભરમાં ચલાવવામાં આવશે. 

વિવિધ પ્રકારની પૌષ્ટિક ચોકલેટ અપાશે 

હાલમાં કાંગડામાં વિવિધ પેટા વિભાગો હેઠળ 914 કુપોષિત બાળકો છે, જેમાંથી 151 ગંભીર કુપોષિત અને 763 ઓછા કુપોષિત છે. આવતા મહિનાથી આ તમામ બાળકોને દરરોજ વિવિધ પ્રકારની પૌષ્ટિક ચોકલેટ અપાશે. કુપોષિત બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં પોરીજ, બિસ્કિટ વગેરે  અપાય છે, પરંતુ અનેક બાળકો તે ખાવાનું ટાળે છે. આ કારણસર તેમને જરૂર પોષક તત્ત્વો મળતા નથી.

ચોકલેટના નામ અને તેની લાક્ષણિકતાઓ

- સ્પિરુલિના પીનટ બાર: 20 ગ્રામથી વધુ વજન, એલચી ફલેવરની ચોકલેટ પ્રોટીન, ચરબી અને આયર્નથી ભરપૂર ચોકલેટ.  

- મલ્ટિગ્રેઇન પ્રોટીન મિક્સ: 30 ગ્રામ ઈલાયચી અને વેનીલા ફ્લેવર્ડ પાવડરનો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને આયર્નથી ભરપૂર ચોકલેટ બાર, જે દૂધમાં પણ આપી શકાશે.

- પ્રોટીન અને ફાઇબર  એનર્જી બાર: 20 ગ્રામથી વધુ વજનના આ પ્રોટીન, ફેટ અને આયર્નથી ભરપૂર ચોકલેટ બારમાં ચોકલેટ-ફળોનો સ્વાદ. 

- પ્રોટીન પીનટ બટર બાર: 20 ગ્રામથી વધુ વજનના આ પ્રોટીન, ફેટ અને આયર્નથી ભરપૂર ચોકલેટ બારમાં મગફળી અને ચોકલેટનો સ્વાદ. 

- આયર્ન ફ્રૂટ  બાર: 20 ગ્રામથી વધુ વજનના પ્રોટીન, ફેટ અને આયર્નથી ભરપૂર આ ચોકલેટ બારમાં ફળો-મસાલાનો સ્વાદ.  

- પ્રોટીન અને ફાઇબર મિલેટ કૂકીઝ: અનાજ અને એલચીનો સ્વાદ ધરાવતા આ બિસ્કિટ પ્રોટીન, ફાઇબર અને આયર્નથી ભરપૂર.

આ છે સ્વાદ આપવાની સાથે કુપોષણ દૂર કરતી ચોકલેટ, CSIR-IHBTની કમાલ 2 - image


Google NewsGoogle News