Get The App

ભગવાને PM મોદીને દેશના 140 કરોડ લોકોની મદદ માટે મોકલ્યા છે તે લોકો નહીં સમજે, જુઓ કોણ બોલ્યું

Updated: May 29th, 2024


Google NewsGoogle News
ભગવાને PM મોદીને દેશના 140 કરોડ લોકોની મદદ માટે મોકલ્યા છે તે લોકો નહીં સમજે, જુઓ કોણ બોલ્યું 1 - image

Image : IANS


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી 2024 માં હવે સાતમા અને છેલ્લાં તબક્કાનું જ મતદાન બાકી રહ્યું છે ત્યારે આ ચૂંટણીમાં ઘણાં એવા નેતાઓ રહ્યા જેમના નિવેદનો ચર્ચામાં રહ્યાં. આ સૌની વચ્ચે ભાજપના સમર્થક અને એનડીએમાં સામેલ પક્ષ લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષે પણ આવું જ એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે જે પીએમ મોદી સાથે સંકળાયેલું છે.  

શું બોલ્યાં ચિરાગ પાસવાન? 

લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના અધ્યક્ષ અને હાજીપરુથી ઉમેદવાર ચિરાગ પાસવાને બુધવારે કહ્યું કે વડાપ્રધાન મોદીને ભગવાને દેશના 140 કરોડ લોકોની મદદ માટે મોકલાયા છે પણ આ વાત એ લોકો નહીં સમજી શકે જેમણે ગરીબો માટે કંઈ નથી કર્યું. તેમણે કહ્યું કે એવા લોકો નહીં સમજે જે ગરીબી હટાવોના નારા તો આપતા રહ્યા પણ ગરીબી હટાવવી તો દૂર ગરીબોને હટાવવા માટે રણનીતિઓ બનાવવાની શરૂઆત કરી દીધી. 

પીએમ મોદીના ટિપ્પણી શું હતી? તેજસ્વીએ શું જવાબ આપ્યો? 

ચિરાગ પાસવાને આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ જ કહ્યું હતું કે ભગવાને તેમને એક ખાસ ઉદ્દેશ્ય માટે મોકલ્યા છે. તેમને 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મોકલાયા છે. તેમના આ નિવેદન પર વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું.  જેના જવાબમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે  પીએમ મોદીને ભગવાને નહીં પરંતુ અદાણી અને અંબાણીએ મોકલ્યાં છે. કટાક્ષમાં તેજસ્વીએ એમ પણ કહ્યું કે અમને પણ ભગવાને જ મોકલ્યા છે. 

ભગવાને PM મોદીને દેશના 140 કરોડ લોકોની મદદ માટે મોકલ્યા છે તે લોકો નહીં સમજે, જુઓ કોણ બોલ્યું 2 - image


Google NewsGoogle News