ચિન્મય પ્રભુની ધરપકડ અન્યાયપૂર્ણ, બાંગ્લાદેશી હિંદુઓના સમર્થનમાં વૈશ્વિક પ્રયત્ન કરે ભારત: RSSની માગ
Image: Facebook
Dattatreya Hosabale: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શનિવારે એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારની આકરા શબ્દોમાં નિંદા કરી. આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ નિવેદનમાં કહ્યું, બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલા, હત્યા, લૂંટ, આગચંપી અને મહિલાઓ પર થઈ રહેલા અમાનવીય અત્યાચાર અત્યંત ચિંતાજનક છે.
તેમણે કહ્યું, 'વર્તમાનની બાંગ્લાદેશ સરકાર અને અન્ય એજન્સીઓ તેને રોકવાના બદલે માત્ર મૂકદર્શક બનેલી છે. બાંગ્લાદેશના હિંદુઓ દ્વારા આત્મરક્ષા માટે લોકતાંત્રિક પદ્ધતિથી ઉઠાવવામાં આવતા અવાજને દબાવવા માટે તેમની પર અન્યાય અને અત્યાચારનો નવો સમય ઉભરતો નજર આવી રહ્યો છે. આવા જ શાંતિપૂર્ણ પ્રદર્શનોમાં હિંદુઓનું નેતૃત્વ કરી રહેલા ઈસ્કોનના પૂર્વ સભ્ય અને હિંદુ સંન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને બાંગ્લાદેશ સરકાર દ્વારા કારાવાસ મોકલવા અન્યાયપૂર્ણ છે.'
ચિન્મય કૃષ્ણ દાસની થઈ તાત્કાલિક મુક્તિ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાંગ્લાદેશ સરકારને એ નક્કી કરવાની અપીલ કરી છે કે હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર તાત્કાલિક બંધ થાય. આરએસએસે ચિન્મય કૃષ્ણ દાસની તાત્કાલિક મુક્તિની માગ કરી છે. સંઘે ભારત સરકારને આહ્વાન કર્યું છે કે તે બાંગ્લાદેશમાં હિંદુઓ તથા અન્ય તમામ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવાના પ્રયત્નને ચાલુ રાખે. આરએસએસે ભારત સરકારને બાંગ્લાદેશના હિંદુઓના સમર્થનમાં વૈશ્વિક સંમતિ બનાવવાના હેતુથી ઝડપથી પગલા ઉઠાવવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાની અસર, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના નિશાને પર છે હિંદુ
બાંગ્લાદેશમાં આ વર્ષે 5 ઓગસ્ટે આવામી લીગ પ્રમુખ શેખ હસીનાના નેતૃત્વવાળી સરકારના પતન બાદથી જ કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ લઘુમતીઓ અને તેમના ધાર્મિક વ્યાપારિક પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં અત્યારે મુહમ્મદ યૂનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર શાસન જોઈ રહી છે. તેની પર ચરમપંથીઓને પરાશ્રય આપવાનો આરોપ લાગી રહ્યો છે. ચિન્મય કૃષ્ણ દાસ હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ સતત અવાજ ઉઠાવી રહ્યા હતા. બાંગ્લાદેશ પોલીસે 25 નવેમ્બરે દેશદ્રોહના આરોપમાં ચિન્મય પ્રભુની ચટગાંવથી ધરપકડ કરી અને સ્થાનિક કોર્ટે તેમને જામીન આપવાથી ઈનકાર કરી દીધો હતો. હાલ તે જેલમાં છે.
દેશદ્રોહના આરોપમાં ધરપકડ થયા ચિન્મય પ્રભુ
રાજધાની ઢાકા અને ચટગાંવ સહિત બાંગ્લાદેશના વિભિન્ન સ્થળો પર હિંદુ સમુદાયે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના વિરોધમાં પ્રદર્શન શરૂ કર્યું. 30 ઓક્ટોબરે હિંદુ સમુદાયની એક રેલી દરમિયાન ચટગાંવના ન્યૂ માર્કેટ વિસ્તારમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવતાં ચટગાંવના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 લોકો વિરુદ્ધ રાજદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો હતો. આ આરોપમાં તેમની ધરપકડ થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે ચિન્મય દાસની ધરપકડ અને જામીનથી ઈનકાર પર ચિંતા વ્યક્ત કરી અને બાંગ્લાદેશથી હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા કરવાનું કહ્યું.
જુમ્માની નમાજ બાદ હિંદુ મંદિરોમાં તોડફોડ
આ દરમિયાન ચટગાંવમાં શુક્રવારે જુમ્માની નમાજ બાદ સૂત્રોચ્ચાર કરતી ઉપદ્રવીઓની ભીડે ત્રણ હિંદુ મંદિરોમાં તોડફોડ કરી. એક રિપોર્ટ અનુસાર ચટગાંવના હરીશ ચંદ્ર મુન્સેફ લેનમાં સ્થિત હિંદુ મંદિરો પર હુમલો શુક્રવાર બપોરે લગભગ 2.30 વાગે થયો. ઉપદ્રવીઓની ભીડે શાંતનેશ્વરી માતૃ મંદિર, શોની મંદિર અને શાંતનેશ્વરી કાલીબાડી મંદિરને નિશાન બનાવ્યુ. મંદિર અધિકારીઓએ જણાવ્યું કે સૂત્રોચ્ચાર કરી રહેલા ઘણા લોકોના એક જૂથે મંદિરો પર ઈંટ-પથ્થર ફેંક્યા, જેનાથી શોની મંદિર અને અન્ય બે મંદિરોના દ્વારને નુકસાન પહોંચ્યું.