પંજાબની અમૃતસર બોર્ડર નજીક ચાઈનીઝ ડ્રોન મળ્યું, BSFએ હેરોઈન ભરેલું પેકેટ પણ જપ્ત કર્યું

અગાઉ પાકિસ્તાની ડ્રોન સાથે હથિયાર અને દારૂગોળાનો જથ્થો મળી આવ્યો હતો

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
પંજાબની અમૃતસર બોર્ડર નજીક ચાઈનીઝ ડ્રોન મળ્યું, BSFએ હેરોઈન ભરેલું પેકેટ પણ જપ્ત કર્યું 1 - image


Chinese Drone In Panjab : પંજાબમાં ભારતીય સુરક્ષા દળના જવાનોએ એક ચાઈનીઝ ડ્રોન ઝડપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, 26 જાન્યુઆરીએે BSF જવાનોને પંજાબના અમૃતસર જિલ્લાના રોરાનવાલા ગામમાં સરહદની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વસ્તુ દેખાઈ હતી. જ્યારે સૈનિકોએ તે વસ્તુની નજીક જઈને જોયું તો તે એક ડ્રોન હતું જેને બીએસએફના જવાનોએ પકડી લીધું હતું.

ડ્રોનની સાથે હેરોઈનનું પેકેટ પણ મળી આવ્યું 

અમૃતસર ગ્રામીણ પોલીસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, VDC સભ્યની સૂચના પર, અમૃતસર ગ્રામીણ પોલીસ અને BSF પંજાબે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં BSF પંજાબને આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત મોધે ગામના ખેતરોમાંથી ડીજેઆઈ પ્રો ડ્રોન અને 519 ગ્રામ હેરોઈનના પેકેટ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્રોન પર ક્વાડકોપ્ટર મોડલ નંબર DJI Mavic 3 Classic અને Made in China લખેલું જોવા મળ્યું છે. હેરોઈન ભરેલું પેકેટ પણ જપ્ત કરવામાં આવ્યું છે. પંજાબ ફ્રન્ટિયર બીએસએફના અધિકારીઓ ડ્રોનની તપાસ કરી રહ્યા છે.

અગાઉ પંજાબમાં પાકિસ્તાની ડ્રોન સાથે હથિયાર અને દારૂગોળાનો જથ્થો મળી આવ્યો હતો

આ અગાઉ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ પંજાબના નજીક ફિરોઝપુર જિલ્લામાંથી એક પાકિસ્તાની ડ્રોનને કબજે કર્યું હતું. BSFના અધિકારીના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા પાકિસ્તાની ડ્રોનમાંથી દારૂગોળાનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રોન સાથે બાંધેલા પેકેટો ખોલતા, AK-47 એસોલ્ટ રાઇફલ, 2 AK-47 મૈગેઝિન, 40 લાઈવ રાઉન્ડ (7.62 mm) અને 40,000 રૂપિયા મળી આવ્યા હતા. બીએસએફના જવાનોએ ડ્રોનની સાથે તમામ વસ્તુઓ કબજે કરી લીધી હતી. 

પંજાબની અમૃતસર બોર્ડર નજીક ચાઈનીઝ ડ્રોન મળ્યું, BSFએ હેરોઈન ભરેલું પેકેટ પણ જપ્ત કર્યું 2 - image


Google NewsGoogle News