ચીને ભુતાનમાં ડોકલામ નજીક વસાવ્યા 22 ગામ, સેટેલાઇટ તસવીરોમાં ખૂલી પોલ
India-China Relations: હાલમાં જ ચીન અને ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે એલએસી (લાઇન ઑફ કંટ્રોલ) મુદ્દે સમાધાન કરવા બેઠક કરી હતી. તો બીજી તરફ ચીન ષડયંત્રો રચી ભારત પર કબજો જમાવવાનું ચાલુ રાખી રહ્યું છે. ચીન ડોકલામમાં છેલ્લા આઠ વર્ષમાં 22 ગામો વસાવી ચૂક્યું છે. 2020 બાદ ચીને ડોકલામ પઠાર નજીક આઠ ગામો અને વસાહત વસાવી હોવાનું સેટેલાઇટ તસવીરો પરથી જાણવા મળ્યું છે. ભુતાનના પશ્ચિમી ક્ષેત્રમાં ડોકલામ નજીક આઠ ગામડાં પર ચીન પોતાનો અધિકાર દર્શાવી રહ્યો છે. જેમાં ઘણાં ગામમાં ચીનની સેનાની ચોકીઓ પણ આવેલી છે. આ 22 ગામમાં સૌથી મોટું ગામ જિવુ છે.
ચીનનો ગેરકાયદે કબજો
ચીન ભુતાન નજીક આવેલી સરહદો પર છેલ્લા આઠ વર્ષથી નવા ગામડાંઓ બનાવી વસાહત સ્થાપિત કરી રહ્યું છે. જે ભારત માટે ચિંતાનું મોટું કારણ બન્યું છે. ડોકલામમાં ચીનની સ્થિતિ મજબૂત બનતાં સિલિગુડી કોરિડોરની સુરક્ષા જોખમાય છે. આ કોરિડોર ભારતની મુખ્ય જમીનને ઉત્તર-પૂર્વીય રાજ્યો સાથે જોડે છે. આ સેટેલાઇટ તસવીરો અંગે હાલ વિદેશ મંત્રાલયે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચોઃ જેટલો ટેક્સ તમે લગાવશો એટલો જ અમે પણ વસૂલીશું...' ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને સીધી ધમકી
ભુતાને આ વાતનો ઇનકાર કર્યો
હાલ છેલ્લાં કેટલાક વર્ષોથી ચીન દ્વારા ભુતાનની સરહદો પર બનાવવામાં આવેલા ગામડાંઓની સેટેલાઇટ તસવીરો હોવા છતાં ભુતાને ચીનની વસાહતનો ઇન્કાર કર્યો છે. 2023માં ભુતાનના પૂર્વ વડાપ્રધાન લોતે ત્શેરિંગે જણાવ્યું હતું કે, ભુતાનમાં ચીનના કોઈ ઠેકાણા નથી. આ વાત ખોટી છે.
2016થી અતિક્રમણ ચાલુ
રોબર્ટ બાર્નેટ દ્વારા રજૂ રિપોર્ટ અનુસાર, ચીન દ્વારા 2016થી અતિક્રમણ થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 2016માં ચીને ભુતાનના ક્ષેત્રમાં પ્રથમ ગામ સ્થાપિત કર્યું હતું. આજે 22 ગામ અને વસાહતો વસાવી છે. જેમાં 2284 ઘર છે અને 7000થી વધુ લોકો રહે છે.