Get The App

ચીનની ફરી અવળચંડાઈ, પેંગોંગ તળાવ નજીક બંકરો બનાવ્યા, સેટેલાઈટ તસવીરો દ્વારા ખુલાસો

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
Pangong Lake

Image:Twitter

China Digging In Pangong Lake: ચીનની સેના પૂર્વ લદાખમાં પેંગોંગ તળાવની આસપાસના વિસ્તારમાં સતત ખોદકામ કરી રહી છે. તેણે અહીં હથિયારો અને ઈંધણના સંગ્રહ માટે ભૂગર્ભ બંકર બનાવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં એક મુખ્ય મથક પર બખ્તરબંધ વાહનો માટે એક બેઝ પણ તૈયાર કર્યો છે.  સેટેલાઇટથી લીધેલી તસવીરોમાં આ વાત સામે આવી છે.

આ બેઝ LACથી માત્ર 5 કિ.મી. દૂર છે

અહેવાલો અનુસાર, પેંગોંગ તળાવ નજીકના પહાડોની વચ્ચે સિરજેપમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) બેઝ છે. આ બેઝ તળાવની આસપાસ ચીની સૈનિકોનું મુખ્યાલય છે. તે એવા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે જેના પર ભારત દાવો કરી રહ્યું છે. તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી માત્ર 5 કિ.મી. દૂર છે. મે 2020માં એલએસી પર ચીન અને ભારત વચ્ચેના વિવાદ પહેલા આ વિસ્તાર સંપૂર્ણપણે ખાલી હતો, જેમાં કોઈ વસાહત ન હતી.

આ પણ વાંચો: ભાજપને વધુ એક રાજ્યમાં હરાવવા કોંગ્રેસનો પ્લાન, આ યોજના દ્વારા મોટા વર્ગને તરફેણમાં કરશે


બંકરમાં આઠ દરવાજા બનાવવામાં આવ્યા 

અહેવાલો અનુસાર, 30મી મેના રોજ લેવાયેલી તસવીરોમાં એક મોટા ભૂગર્ભ બંકરના આઠ દરવાજા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.  આ વિસ્તારમાં તહેનાત બખ્તરબંધ વાહનો માટે પાર્કિંગ છે. આ બેઝમાં બખ્તરબંધ વાહનો તેમજ ઈંધણ અને દારૂગોળો સંગ્રહ કરવાની સુવિધા છે. આ  બંકરો ભૂગર્ભ રસ્તાના વ્યાપક નેટવર્ક સાથે જોડાયેલા છે. આ બેઝ ગલવાન ખીણના દક્ષિણ-પૂર્વમાં 120 કિલોમીટર દૂર સ્થિત છે, જ્યાં જૂન 2020માં અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. જોકે આ તસવીરો પર ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

ચીનની ફરી અવળચંડાઈ, પેંગોંગ તળાવ નજીક બંકરો બનાવ્યા, સેટેલાઈટ તસવીરો દ્વારા ખુલાસો 2 - image



Google NewsGoogle News