ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ સામેલ થયું, બન્યું 95મું સભ્ય

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ સામેલ થયું, બન્યું 95મું સભ્ય 1 - image


International Solar Alliance : ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી (Chile) પણ જોડાઈ ગયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી.

અરિંદમ બાગચીએ X (અગાઉનું ટ્વિટર) પર માહિતી આપી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ X (અગાઉનું ટ્વિટર) પર જણાવ્યું હતું કે આજે તેમણે ચિલીના રાજદૂત જુઆન એંગ્યુલો અને વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અભિષેક સિંહ સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન એંગ્યુલોને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) ઉપકરણ અને દસ્તાવેજો સોંપવામાં આવ્યા હતા. આ સાથે જ ચિલી આ જોડાણનું 95મું સભ્ય બની ગયું છે.

ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ સામેલ થયું, બન્યું 95મું સભ્ય 2 - image


Google NewsGoogle News