Get The App

DGCA ની નવી માર્ગદર્શિકા: હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
DGCA ની નવી માર્ગદર્શિકા: હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ 1 - image


Image:Freepik 

DGCA: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હવાઈ મુસાફરી અંગે તમામ એરલાઈન્સ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. જે મુજબ હવે તમામ કંપનીઓએ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવાઈ મુસાફરી દરમિયાન તેમના માતા-પિતાની નજીક જ સીટ આપવી ફરજિયાત રહેશે. DGCAએ મંગળવારે આ સંબંધમાં એક પરિપત્ર જાહેર કરીને તમામ એરલાઈન્સને આ નિયમને ફરજિયાતપણે લાગુ કરવા સ્પષ્ટપણે જણાવ્યું છે.

DGCAએ પરિપત્રમાં જણાવ્યું છે કે, હવેથી તમામ એરલાઈન્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે 12 વર્ષ સુધીના બાળકોને તેમના માતાપિતા ઓછામાં ઓછા એકની સાથે સીટ ફાળવવામાં આવે, જેઓ એક જ પરિવારમાં હોય. આ સાથે તેનો સંપૂર્ણ રેકોર્ડ પણ રાખવામાં આવશે.

ફરિયાદ બાદ કરવામાં આવેલ ફેરફારો, કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં

એવિએશન રેગ્યુલેટરે આ પગલું એક ફરિયાદ બાદ ઉઠાવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે હવાઈ મુસાફરી દરમિયાન બાળકને તેના માતા-પિતા સાથે બેસવા દેવામાં આવતું નથી. જે બાદ DGCA દ્વારા 2024નો એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલર (ATC)-01 જારી કરવામાં આવ્યો હતો અને ખાસ વાત એ છે કે આ માટે યાત્રીએ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

ડીજીસીએના મતે એરલાઈન્સ બાળકની સીટ માટે માતા-પિતા પર દબાણ ન લાવી શકે. જો વાલીઓએ ફ્રી સીટ અથવા ઓટો એલોકેશનનો વિકલ્પ પસંદ કર્યો હોય, તો બાળક માટે બાજુની સીટની વ્યવસ્થા કરવી પડશે.

આ સિવાય DGCA એ એરલાઇન્સને ઝીરો બેગેજ, પસંદગીની સીટ શેરિંગ, ભોજન, પીણાં અને સંગીતનાં સાધનો લઇ જવાની મંજૂરી પણ આપી છે. DGCA એ સ્પષ્ટતા કરી છે કે, આ સુવિધાઓ ફરજિયાત નથી. ઓટો સીટની સુવિધા પણ ઉમેરવામાં આવી છે, જેમાં એરલાઈન આપમેળે સીટો અસાઇન કરે છે અને જે પેસેન્જરોએ વેબ ચેક-ઈન દરમિયાન સીટ લીધી નથી તેઓને આપમેળે સીટો ફાળવવામાં આવશે.


Google NewsGoogle News