બીજા માળે લટકી ગયો બાળક, અટકી ગઈ શ્વાસો... જુઓ દિલધડક રેસ્ક્યુ
Child Rescue in Chennai : તમિલનાડુના ચેન્નાઈમાં એક દિલધડક રેસ્ક્યુનો વીડિયો સામે આવ્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, બીજા માળે બાલકનીની પ્લાસ્ટિકની સીટમાં બાળક ફચાઈ ગયો છે, જેને બચાવવાનો સૌકોઈ પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો બિલ્ડિંગની નીચે બેડશીટ લગાવી ઉભા છે, તો કેટલાક પહેલા માળે બારી પર ઉભેલા જોવા મળી રહ્યા છે. છેવટે કેટલાક લોકો પોતાના જીવને જોખમમાં નાખી બાળકને બચાવતા જોવા મળી રહ્યા છે.
બાળક બારી પરથી પ્લાસ્ટિક શીટ પર પડ્યો
મળતા અહેવાલો મુજબ, આ ઘટના ચેન્નાઈના અવાડી સ્થિત એક એપાર્ટમેન્ટની છે. એક બાળક રમતો રમતો બારી પાસે આવી ગયો અને ત્યાંથી તે બારી પાસેની પ્લાસ્ટિક શીટ પર પડ્યો હતો. આસપાસના ફ્લેટમાં રહેનારાઓની નજર જેવી જ બાળક પર પડી ત્યારે અફરાતફરી મચી ગઈ હતી અને તુરંત લોકોએ દોડી આવી બાળકને બચાવવા નીચે એક બેડશીટ ફેલાવી દીધી હતી. આ દરમિયાન બાળક ધીરે ધીરે પ્લાસ્ટિક શીટ પરથી લપસતો જતો હતો.
પોડીશીએ જીવ જોખમમાં નાખી બચાવ્યો બાળકો જીવ
જોકે પહેલા માળે રહેતા એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં નાખી બારીમાંથી બહાર નીકળી લગભગ બે મિનિટની ભારે મહેનત બાદ બાળકને બચાવી લીધો હતો. આ દરમિયાન સામેની બિલ્ડિંગમાં રહેનારાઓએ આખી ઘટના મોબાઈલના કમેરામાં કેદ કરી લીધી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી. હાલ આ દિલધડક રેસ્ક્યુનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
A child accidentally fell from a balcony, got stuck in a shed, and was rescued by people after a few minutes of struggling at Choolaimedu area in #Chennai 👇 pic.twitter.com/u467mXoXrp
— 𝗴𝘀𝗰ʜᴀɴᴅʀᴇꜱʜ | சந்திரேஷ் (@gschandresh) April 28, 2024