Get The App

મુખ્યમંત્રી યોગી કડક આદેશ: ધાર્મિક સ્થળોના 500 મીટર વિસ્તારમાં નોનવેજ પર પ્રતિબંધ

Updated: Mar 29th, 2025


Google News
Google News
મુખ્યમંત્રી યોગી કડક આદેશ: ધાર્મિક સ્થળોના 500 મીટર વિસ્તારમાં નોનવેજ પર પ્રતિબંધ 1 - image

CM Yogi Adityanath: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા અને ધાર્મિક સ્થળોથી 500 મીટરની હદમાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના કડક આદેશો જારી કર્યા છે. શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક કતલખાનાઓ બંધ કરાવવા અને ધાર્મિક સ્થળોની નજીક માંસના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવાનો સુચના આપી છે. 

આ પણ વાંચો: સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની 'X' પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ

જૂના ઓર્ડરની પુનઃસ્થાપના

અગાઉ વર્ષ 2014 અને 2017 માં જારી કરાયેલા આદેશોને ટાંકીને યોગી સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ધાર્મિક સ્થળોની નજીક ગેરકાયદેસર પશુ કતલ અને માંસના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. યોગીના આ નિર્ણયનું પાલન કરાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશુપાલન વિભાગ, પરિવહન વિભાગ, શ્રમ વિભાગ, આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષા વહીવટના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. 

આ પણ વાંચો: 20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી; કોરોના, રશિયા-યુક્રેન યુદ્ધની પણ આગાહી કરી હતી

રામ નવમી પર વિશેષ નજર રાખવામાં આવશે

6 એપ્રિલ 2025ના રોજ રામનવમીના દિવસે આ પ્રતિબંધ લાગુ થશે. આ દિવસે પશુ કતલ અને માંસનું વેચાણ બિલકુલ બંધ રહેશે. યુપી નગર નિગમ અધિનિયમ 1956 અને ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2006 તથા 2011 ના બંધારણ હેઠળ યોગી સરકારે અધિકારીઓને નિયમનું ઉલ્લંધન કરનારને કડક સજા કરવાનો નિર્દેશ આપ્યો છે. 

Tags :