બિહારમાં મોટી રાજકીય હલચલ, મુખ્યમંત્રી નીતીશ કુમાર અચાનક રાજ્યપાલને મળવા પહોંચ્યા

રાજભવન પહોંચતા પહેલા સીએમ નીતિશે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
બિહારમાં મોટી રાજકીય હલચલ, મુખ્યમંત્રી નીતીશ કુમાર અચાનક રાજ્યપાલને મળવા પહોંચ્યા 1 - image


political stir in Bihar : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા બિહારમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. બિહારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) રાજ્યપાલને મળવા માટે અચાનક રાજભવન પહોંચી ગયા છે. હાલમાં જેડીયુના વરિષ્ઠ નેતા વિજય ચૌધરી પણ નીતીશ કુમાર સાથે છે. રાજભવન પહોંચતા પહેલા સીએમ નીતિશે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. 

નીતીશના NDAમાં પાછા જવાની ચર્ચાએ જોર પકડ્યું

નીતીશ કુમારના અચાનક રાજ્યપાલ પ્રત્યેના અભિગમને કારણે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી નીતીશના NDAમાં પાછા જવાની અટકળો ચાલી રહી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતાં આ અટકળો વધુ તેજ બની હતી. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે જેડીયુ અને નીતીશ કુમારના એનડીએમાં પાછા ફરવાની સંભાવના પર નિવેદન આપ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું કે શું નીતિશ કુમાર માટે એનડીએના દરવાજા હજુ પણ ખુલ્લા છે? તેના જવાબમાં ગૃહમંત્રી શાહે કહ્યું- જો પ્રસ્તાવ આવશે તો અમે તેના પર વિચાર કરીશું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમારે વિધાનસભાના બજેટ સત્રને લઈને રાજ્યપાલ સાથે ચર્ચા કરી હતી. આ સત્ર ખૂબ જ ખાસ હોઈ શકે છે.

બિહારમાં મોટી રાજકીય હલચલ, મુખ્યમંત્રી નીતીશ કુમાર અચાનક રાજ્યપાલને મળવા પહોંચ્યા 2 - image


Google NewsGoogle News