Get The App

VIDEO : ક્રિસમસના દિવસે આપણા જવાનોને ભૂલતા નહીં, જુઓ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ શહીદોને યાદ કરી થયા ભાવુક

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે દેશની સુરક્ષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરનાર વીર જવાનોને યાદ કર્યા

વકીલો માટે લાઈબ્રેરીનું નિર્માણ કરવાની અને એક વર્ષમાં 52 હજાર કેસોનો નિકાલ કરાયો હોવાની CJIની જાહેરાત

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
VIDEO : ક્રિસમસના દિવસે આપણા જવાનોને ભૂલતા નહીં, જુઓ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ શહીદોને યાદ કરી થયા ભાવુક 1 - image

નવી દિલ્હી, તા.25 નવેમ્બર-2023, સોમવાર

દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ (CJI DY Chandrachud) દિલ્હીમાં એક ક્રિસમસ કાર્યક્રમ દરમિયાન શહીદોને યાદ કરતા ભાવુક થયા હતા. તેમણે દેશની સુરક્ષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરનાર વીર જવાનોને યાદ કર્યા હતા. ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે, પૂંછ રાજૌરી સેક્ટરમાં બે દિવસ પહેલા જ આપણા વીર સૈનિકોએ અસહ્ય ઠંડીમાં આપણી સુરક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આપણે આપણા ગીત તે ડૉક્ટરો અને નર્સો માટે પણ ગાવા જોઈએ, જેઓ ગંભીર બિમાર લોકોને સ્વસ્થ કરવા પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આપણો સૌભાગ્યશાળી છીએ કે, તે લોકોના કારણે આપણે પરિવાર સાથે ખુશીઓ ઉજવી શકીએ છીએ.

સ્કુલમાંથી શીખી દેશભક્તિ

મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, આપણે સ્કુલના દિવસોમાં મહત્વની બાબત દેશભક્તિની ભાવનાની શીખી છે. સ્કુલમાં દિવસની શરૂઆત ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કરતી પ્રાર્થનાથી થાય છે. તેની અસર જીવન પર પણ પડી છે. નાનપણથી મારા ઘરમાં જ મરાઠી સંસ્કૃતિની છાપ ઉપસેલી છે, ત્યારબાદ સ્કુલમાંથી પણ ઘણી બાબતો શીખ્યા.

વકીલો માટે લાઈબ્રેરીનું નિર્માણ કરાશે

આ દરમિયાન ડી.વાય.ચંદ્રચુડે જાહેરાત કરી કે, સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના વકીલો માટે કોર્ટ પાસે એક પ્લોટ ફાળવાયો છે, જેમાં વકીલો માટે એક સમૃદ્ધ લાઈબ્રેરીનું નિર્માણ કરાશે. ટુંક સમયમાં આ ઈમારતના નિર્માણ માટે શિલાન્યાસ કરાશે. આમાં સુપ્રીમ કોર્ટના વકીલો માટે કન્સલ્ટેશન ચેમ્બર્સ પણ બનાવાશે.

‘ફરિયાદીઓનું પણ ધ્યાન રાખવું પડશે’

સીજેઆઈએ કહ્યું કે, આપણે ફરિયાદીઓની જરૂરીયાતનું પણ ધ્યાન રાખવું પડશે. લગ્ન, સુખ અને દુ:ખ જેવા અનિવાર્ય સંજોગોને સમજી શકાય છે, પરંતુ તાજેતરમાં જ કેસોની સુનાવણી ટાળવા વકીલોએ 4 હજાર સ્લીપ મોકલી, જે યોગ્ય નથી. આપણે એવા કામ ન કરવા જોઈએ, જેનાથી બાર કાઉન્સિલ અને આપણે હસીના પાત્ર બને. કોર્ટમાં આપણું કામ જજ અને વકીલનું છે, પરંતુ આપણી ભૂમિકા અને જવાબદારી તેનાથી વધુ છે. બંધારણ આપણા માટે બધુ જ છે. તેમણે કહ્યું કે, આ વર્ષે તમારા બધાના સહયોગથી 52 હજાર કેસનો નિવેડો લવાયો છે અને આવનારા વર્ષમાં આનાથી પણ વધુ કેસો નિપટાવવાનું લક્ષ્ય છે.


Google NewsGoogle News