Get The App

હું ભગવાન સામે બેસી ગયો અને...' CJIએ બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાની કહાણી સંભળાવી

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
હું ભગવાન સામે બેસી ગયો અને...' CJIએ બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાની કહાણી સંભળાવી 1 - image


Image Source: Twitter

DY chandrachud on Babri Masjid Case: CJI ડીવાય ચંદ્રચુડે પૂણેમાં પોતાના પૈતૃક ગામ કાનહેરસરના લોકોને સંબોધિત કરતાં કહ્યું કે અમારી પાસે ઘણી વખત કેસ હોય છે પરંતુ તેનો ઉકેલ નથી નીકળી શકતો. અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસમાં પણ આવું જ થયું હતું. આ કેસ ત્રણ મહિના સુધી મારી પાસે રહ્યો હતો. હું ભગવાનની સામે બેસી ગયો અને તેમને પ્રાર્થના કરી કે કોઈક ને કોઈક ઉકેલ લાવવો જ પડશે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું કહેવું છે કે, મેં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલ લાવવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે શ્રદ્ધા હોય તો ભગવાન માર્ગ શોધી જ કાઢે છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટને નવા CJI મળશે, જસ્ટિસ ચંદ્રચૂડે કરી આ હસ્તીના નામની ભલામણ, કેટલો હશે કાર્યકાળ?


CJIએ  કહ્યું કે, 'મારો વિશ્વાસ કરો જો તમે શ્રદ્ધા રાખો તો ભગવાન કોઈક ને કોઈક રસ્તો શોધી જ કાઢે છે.' દરેક વ્યક્તિએ સમુદાયોના રક્ષણમાં પોતાની ભૂમિકા ભજવવી જોઈએ, કારણ કે જળવાયુ પરિવર્તન માત્ર સમૃદ્ધ સમાજોને જ નહીં પરંતુ સૌથી વધુ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને પણ અસર કરે છે.

ઐતિહાસિક ચુકાદો

તમને જણાવી દઈએ કે 9 નવેમ્બર 2019માં તત્કાલીન CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરવા માટે એક વિવાદાસ્પદ મુદ્દાનો ઉકેલ લાવ્યા હતા. ચંદ્રચુડ પણ આજ ખંડપીઠનો હિસ્સો હતા. તેમણે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, CJI ચંદ્રચુડે આ વર્ષ જુલાઈ મહિનામાં અયોધ્યાના રામ મંદિરનો પ્રવાસ કર્યો હતો. આ જ વર્ષે 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી.

10 નવેમ્બરના રોજ થશે નિવૃત્ત

ચીફ જસ્ટિસ ચંદ્રચુડ 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. 8 નવેમ્બરના રોજ તેમનો છેલ્લો વર્કિંગ ડે હશે. 9 નવેમ્બર 2022ના રોજ તેમને ચીફ જસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પિતા વાયવી ચંદ્રચુડ પણ ચીફ જસ્ટિસ હતા. ડીવાય ચંદ્રચુડ બાદ જસ્ટિસ સંજીવ ખન્ના આગામી ચીફ જસ્ટિસ બનશે.


Google NewsGoogle News