VIDEO: લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની તૈયારી પૂર્ણ, મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા હશે
લોકસભા ચૂંટણીની સાથે ઓડિશાની ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે
Lok Sabha Elections 2024: ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે એક પત્રકાર પરિષદ યોજી હતી અને આગામી ચૂંટણી વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, 'અમે લોકસભા ચૂંટણી 2024 અને રાજ્ય (ઓડિશા)ની વિધાનસભા ચૂંટણીઓ કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.'
મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, '50 ટકા મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા હશે. 37,809 મતદાન મથકોમાંથી 22,685 પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. દિવ્યાંગ, યુવાનો અને મહિલાઓ પર રહેશે ધ્યાન રાખવામાં આવશે. આના માટે 300 મતદાન મથકો હશે, જેનું સંચાલન માત્ર દિવ્યાંગો જ કરશે.
એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી 2024ની તારીખની જાહેરાત કરી શકે છે. આ વર્ષે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી લોકસભા ચૂંટણીની સાથે ઓડિશાની ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થશે.