છોટા રાજનની જૂની તસવીરો અચાનક કેમ થઈ રહી છે વાયરલ? કોરોના સમયે વહેતી થઈ હતી મૃત્યુ થયું હોવાની વાતો

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
છોટા રાજનની જૂની તસવીરો અચાનક કેમ થઈ રહી છે વાયરલ? કોરોના સમયે વહેતી થઈ હતી મૃત્યુ થયું હોવાની વાતો 1 - image

અંડરવર્લ્ડ ડોન અને દાઉદ ઈબ્રાહીમના જાની દુશ્મન છોટા રાજનની જૂની તસવીરો અચાનક ફરી વાયરલ થઈ રહી છે. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર તાજેતરની જ છે અને નવ વર્ષ બાદ ફરી છોટા રાજનની તસવીર સામે આવી છે. જોકે સત્ય કંઈક અલગ છે. 

સોશ્યલ મીડિયામાં તથા સમાચારોમાં જે તસવીર વાયરલ કરવામાં આવી રહી છે તે અત્યારની નહીં પરંતુ કોરોનાકાળની છે, પરંતુ વાયરલ અત્યારે થઈ રહી છે. આજીવન કારાવાસ ભોગવી રહેલ છોટા રાજન 2015થી તિહાડ જેલમાં બંધ છે, કોરોના સમયે તે મરી ગયો હોવાની વાત પણ આવી પરંતુ તે સમયે સરકાર દ્વારા કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. 

જોકે હવે છેક 2024માં આ જૂની તસવીરો કોના દ્વારા અને કોને છૂપો સંદેશ આપવા માટે વાયરલ કરાઇ રહી છે તે શોધનો વિષય છે. હાલ છોટા રાજન તિહાર જેલમાં બંધ

અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે, અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનનું કોરોનાથી મોત થયું છે. હાલ તે દિલ્હીની તિહાર જેલ નંબર-2માં બંધ છે. જેલ નંબર-2માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બંધ છે.

એક સમયે રાજન દાઉદનો ખાસ હતો

એક સમય એવો હતો કે, છોટા રાજન મોસ્ટ વોન્ટેડ અંડવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની નજીકનો હતો. જોકે 1993માં બોંબ વિસ્ફોટની ઘટના બન્યા બાદ બંને વચ્ચે વિવાદ થયો હતો અને બંને જુદા થઈ ગયા હતા. ત્યારબાદ બંને વચ્ચે દુશ્મની એટલી બધી ગઈ કે, મુંબઈ, દુબઈ, નેપાળમાં ઘણા લોકોની હત્યાઓ થઈ. દાઉદનો ખાસ છોટા શકીલ આજે પણ છોટા રાજન પર હુમલો કરવા માટે ઘાત લગાવીને બેઠો છે.

છોટા રાજનની જૂની તસવીરો અચાનક કેમ થઈ રહી છે વાયરલ? કોરોના સમયે વહેતી થઈ હતી મૃત્યુ થયું હોવાની વાતો 2 - image

છોટા રાજનની કેવી રીતે ધરપકડ થઈ?

ઈન્ડોનેશિયાના બાલી શહેરમાંથી 2015ની 25મી ઓક્ટોબરે છોટા રાજનની ધરપકડ કરવામાં આવી હતી. ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોવાથી રાજનને ભારત લાવવામાં મુશ્કેલી પડી ન હતી. એવું કહેવાય છે કે, ડી કંપનીના ખતરાના કારણે રાજન પોતે ભારત આવવા માંગતો હતો. તેને ભારત લાવવા પાછળ સીબીઆઈ, ઈન્ટેલિજન્સ યુનિટ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો હાથ હતો. છોટા રાજનને કડક સુરક્ષા વચ્ચે વિશેષ વિમાન દ્વારા 2015ની છઠ્ઠી નવેમ્બરે સવારે દિલ્હીના પાલન એરપોર્ટ લવાયો હતો. રાજને વિમાનમાંથી ઉરતાની સાથે જ ભારતીય જમીનને ચુંબન કર્યું હતું.


Google NewsGoogle News