માં બમ્લેશ્વરીના મંદિરમાં મચી નાસભાગ, દુર્ઘટનામાં એક વૃદ્ધ મહિલાના મૃત્યુથી ખળભળાટ
chhattisgarh stampede: છત્તીસગઢના ડોંગરગઢમાં નવરાત્રિ દરમિયાન માં બમ્લેશ્વરીના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યા છે. આ દરમિયાન શનિવારે (6 ઓક્ટોબર) મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે, અહીં ભીડ અચાનક અનિયંત્રિત થતા નાસભાગ મચી હતી. આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે, જ્યારે કેટલાક અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલ મુજબ, ભીડ એટલી મોટી સંખ્યામાં હતી કે નાસભાગ દરમિયાન સુરક્ષા માટે લગાવાયેલા બેરિકેડ્સ પણ તૂટી ગયા હતા.
શ્રદ્ધાળુઓ ઉતાવળ ન કરેઃ કલેક્ટર
આ ઘટનાથી સમગ્ર ડોંગરગઢમાં શોકની લાગણી ફેલાઇ છે. આ ઘટના પર શ્રદ્ધાળુઓને અપીલ કરતા કલેક્ટરે કહ્યું કે, તમામ શ્રદ્ધાળુઓથી આગ્રહ છે કે વ્રત રાખવાથી, પગપાળા ચાલવાથી તેમજ ભીડના કારણે ગભરામણ થઇ શકે છે. માટે અપીલ કરવામાં આવે છે કે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉતાવળ ન કરે અને સંયમ રાખે. મંદિરમાં નાસભાગ મચી જતા એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે, જ્યારે કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ VIDEO | રામલીલામાં 'રામ' ની ભૂમિકા ભજવતી વખતે જ ઢળી પડ્યો કલાકાર, હાર્ટએટેકથી મોત
બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો
કલેક્ટરે વધુમાં કહ્યું કે, તમામ શ્રદ્ધાળુઓએ વૃદ્ધો, બાળકો, માતાઓ અને દિવ્યાંગોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઉતાવળ કરવાથી તેમને મુશ્કેલી થઇ શકે છે, માટે સંયમ રાખી દર્શન કરો. આ ઉપરાંત તેમણે બાળકો અને વૃદ્ધોને પહેલાં દર્શન કરવાની તક આપવા તેમજ કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશના ગામનું અનોખું મંદિર, માનતા પુરી કરવા ભકતો ચડાવે છે ઘડિયાળ