Get The App

લોકસભા ચૂંટણી પહેલા નક્સલવાદ પર મોટો પ્રહાર, છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં 6 નક્સલી ઠાર મરાયા

- આ ઘટનાની પુષ્ટિ એસપી જિતેન્દ્ર કુમાર યાદવે કરી

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી પહેલા નક્સલવાદ પર મોટો પ્રહાર, છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં 6 નક્સલી ઠાર મરાયા 1 - image


Image Source: Twitter

રાયપુર, તા. 27 માર્ચ 2024, બુધવાર

લોકસભા ચૂંટણી પહેલા નક્સલવાદ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. છત્તીસગઢના બીજાપુરમાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયુ હતું. આ એન્કાઉન્ટરમાં જવાનોએ ગોળીબાર કરીને 6 નક્સલીઓને ઠાર મરાયા છે. આ ઘટનાની પુષ્ટિ એસપી જિતેન્દ્ર કુમાર યાદવે કરી છે.

એન્કાઉન્ટરમાં 6 નક્સલી ઠાર મરાયા 

છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થયુ છે. સુરક્ષા દળોની ટીમમાં કોબરા 210, 205, CRPF 229 બટાલિયન અને DRGની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી છે. જવાનોએ જંગલમાં નક્સલીઓ પર જોરદાર ગોળીબાર કર્યો હતો. જવાનો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 6 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ એન્કાઉન્ટર બાદ બાસાગુડાના જંગલમાં સૈનિકોએ સર્ચ દરમિયાન નક્સલવાદીઓના મૃતદેહો મેળવી લીધા છે.

હોળીના દિવસે આ જ વિસ્તારમાં 3 ગ્રામીણોની કરવામાં આવી હતી હત્યા

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના બાસાગુડા વિસ્તારમાં હોળીના તહેવારના દિવસે ત્રણ ગ્રામીણોની અજાણ્યા લોકો દ્વારા કુહાડીથી હુમલો કરીને તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આ હત્યાકાંડ પાછળ નક્સલવાદી ઘટના હોવાની વાત કહી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે અજાણ્યા લોકો દ્વારા બપોરના સમયે ગામમાં ઘૂસીને ત્રણ ગ્રામણી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાંથી બે ગ્રામજનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક ગ્રામીણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


Google NewsGoogle News