છત્તીસગઢમાં ભયંકર અકસ્માત, ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં જ મિની ટ્રક પલટી, 5નાં મોત, 30થી વધુ ઘાયલ
Chhattisgarh Road Accident : છત્તીસગઢના બસ્તર જિલ્લામાં એક મિની માલવાહક મિની ટ્રક પલટી જતાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત ચંદમેટ્ટા ગામ પાસે થયો હતો. તે સમયે પીડિતો કોલેંગ ગામમાં સાપ્તાહિક બજારથી પરત ફરી રહ્યા હતા.
ગાડીમાં કુલ 40 જેટલાં લોકો સવાર હતા
અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર, મિની કાર્ગો વાહનમાં લગભગ ત્રણ ડઝન લોકો સવાર હતા. ત્યારે હાઇવે પર અચાનક વાહનચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પછી આ મિની ટ્રક રોડ પરથી લપસી પલટી મારી ગઈ હતી.
મૃતકોમાં ત્રણ મહિલા સામેલ
તેમણે કહ્યું કે ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને લગભગ 30 લોકો ઘાયલ થયા છે. કેટલાક ઘાયલોને કોલેંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યને દરભાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.