VIDEO | હમાસના આતંકીઓની જેમ નક્સલીઓએ બનાવી 'ટનલ', સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય
આ ટનલને જોતાં લાગે છે કે નક્સલીઓ તેનો ઉપયોગ પોલીસ અને અર્ધસૈનિક દળો પર હુમલો કરવા માટે કોઈ બંકરની જેમ કરતા હતા
image : Twitter / Screen Grab |
Dantewada Naxal Tunnal Viral Video | ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ઈઝરાયલ પાસે આધુનિક હથિયારોનો ભંડાર હોવા છતાં તે હમાસને પરાજિત નથી કરી શક્યો જેનું મુખ્ય કારણ છે હમાસની ટનલો જે ઈઝરાયલ માટે માથાનો દુઃખાવો બની ગઇ છે. એ જ રીતે હવે છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ હમાસના આતંકીઓની જેમ જ જમીનની અંદર ટનલ બનાવી દીધી છે. આ ટનલને જોતાં લાગે છે કે નક્સલીઓ તેનો ઉપયોગ પોલીસ અને અર્ધસૈનિક દળો પર હુમલો કરવા માટે કોઈ બંકરની જેમ કરતા હતા. આ ટનલનો વીડિયો દંતેવાડા પોલીસે જારી કર્યો હતો.
#WATCH | Chhattisgarh: Visuals from a tunnel dug by Naxalites to be used as a bunker, in Dantewada.
— ANI (@ANI) January 31, 2024
(Source: Dantewada Police) pic.twitter.com/04gRKCtWYl
દંતેવાડા પોલીસે કર્યો વીડિયો શેર
દંતેવાડા છત્તીસગઢમાં આવેલો એક નક્સલ પ્રભાવિત જિલ્લો છે. જ્યાંની વસતી 14 હજારની આજુબાજુ છે. અહીં આવેલા જંગલોમાં નક્સલીઓ વસે છે. જેમાંથી છુપાઇને જંગલોમાંથી નીકળી નક્સલીઓ પોલીસ અને અર્ધસૈનિક દળોને નિશાન બનાવે છે. આ નક્સલીઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલી ટનલનો હવે ત્યાંની પોલીસે વીડિયો શેર કર્યો છે જે ભારે ચર્ચામાં છે.
તાજેતરમાં જ થયો હતો ઘાતક હુમલો
30 જાન્યુઆરી 2014ના રોજ સુકમા અને બીજાપુર જિલ્લાની સરહદે બનાવેલા નવા સિક્યોરિટી કેમ્પ પર નક્સલીઓએ હુમલો કરી ત્રણ સીઆરપીએફ જવાનોને શહીદ કરી દીધા હતા. તેમાં બે કોબરા બટાલિયનના સૈનિકો હતા. આ ઉપરાંત 14 જવાનો ઘવાયા હતા. એવામાં આ ટનલ મળી આવવી એક અતિ ગંભીર સ્થિતિ તરફ સંકેત આપે છે.