છત્તીસગઢઃ દંતેવાડામાં નક્સલીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, સાત માઓવાદી ઠાર
Naxalite Attack : છત્તીસગઢના દંતેવાડામાં ડીઆરજી, એસટીએફ, સીઆરપીએફની સંયુક્ત પાર્ટી સાથે નક્સલવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં સાત યુનિફોર્મધારી નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સવારે 3 વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
સાત યુનિફોર્મધારી નક્સલવાદી ઠાર
ગુરુવારે સવારે દંતેવાડા જિલ્લાની સરહદ પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં સાત યુનિફોર્મધારી નક્સલવાદીઓ માર્યા ગયા છે. નક્સલવાદીઓના ફાયરિંગનો પોલીસ જડબાતોડ જવાબ આપી રહી છે.
સુરક્ષા દળોએ આપ્યો જડબાતોડ જવાબ
મળતા અહેવાલો મુજબ, નક્સલ વિરોધી સર્ચ ઓપરેશનમાં નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના ડીઆરજી સાથે એસટીએફ-સીઆરપીએફની સંયુક્ત પાર્ટી દક્ષિણ અબુઝમાદ વિસ્તારમાં ગઈ હતી. જ્યાં ગુરુવારે સવારે 3 વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તે જ સમયે, પોલીસ કર્મચારીઓ નક્સલવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
આ પણ વાંચો : બરાબરના ગુસ્સે થયા ખડગે, ધનખડ પર કર્યા અનેક આક્ષેપ, કહ્યું- ‘તેઓ ધમકી પણ આપે છે’
સુરક્ષા દળોની બહાદુરીને સલામ : મુખ્યમંત્રી
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ કહ્યું, "નારાયણપુરમાં નક્સલ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું હતું, જેમાં અમારા સુરક્ષા દળોએ સાત નક્સલીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. હું તેમની બહાદુરીને સલામ કરું છું."
છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કહ્યું, "આજે માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે અને ડ્રોન દ્વારા નક્સલવાદીઓને શોધી કાઢવામાં આવે છે તેથી કોઈની પાસે કોઈ રસ્તો નથી. આગામી વર્ષોમાં બસ્તરમાંથી નક્સલવાદનો આતંક ખતમ થવો જોઈએ. આ સરકારનો સંકલ્પ છે. 7 નક્સલવાદીઓ માર્યા ગયા છે અને એન્કાઉન્ટર ચાલુ છે."
આ પણ વાંચો : અજિત પવાર અને શરદ પવાર ફરી એક થશે? NCP નેતાએ કહ્યું, ‘છૂટા પડ્યા હતા, હવે ભેગા થશે...’