Get The App

Chhattisgarh Elections 2023: કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે અને BJPની સરકાર બનશે- અમિત શાહનો દાવો

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
Chhattisgarh Elections 2023: કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે અને BJPની સરકાર બનશે- અમિત શાહનો દાવો 1 - image


Image Source: Twitter

- કોંગ્રેસની સરકારમાં મોટાપાયે ધર્મ પરિવર્તન થયુ- અમિત શાહ

જશપુર, તા. 09 નવેમ્બર 2023, ગુરૂવાર

Chhattisgarh Elections 2023: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ આજે છત્તીસગઢના જશપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. અમિત શાહે રાજ્યની સત્તારુઢ કોંગ્રેસ પાર્ટી પર ધર્મ પરિવર્તન, મહાદેવ સટ્ટા એપ, નક્સલવાદ અને રામ મંદિર મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં છત્તીસગઢમાં મોટા પાયે ધર્મ પરિવર્તન થયુ છે. આ સાથે જ અમિક શાહે દાવો કર્યો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે. 

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસની સરકાર દરમિયાન મોટાપાયે ધર્મ પરિવર્તન થયુ છે. અમે આદિવાસી ભઆઈ-બહેનોની સહમતિ વગર ધર્મ પરિવર્તન ન થવા દઈશું. અમે તેમની રક્ષા કરીશું. જો બીજેપી સત્તામાં આવી તો પાંચ વર્ષમાં છત્તીસગઢમાંથી નક્સલવાદને ખતમ કરી દઈશું. 

સીએમ બઘેલે મહાદેવને તો છોડી દીધા હોત: અમિત શાહ

મહાદેવ એપને લઈને સીએમ ભૂપેશ બઘેલ પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રમા પર ચંદ્રયાન મોકલ્યુ તો તે પોઈન્ટને શિવશક્તિ પોઈન્ટ નામ આપીને ભગવાન શંકર પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનું કામ કર્યું અને અહીં કોંગ્રેસની સરકારને મહાદેવ એપ સાથે જોડીને સટ્ટા ખેલવાનું કામ કર્યું. અરે ભાઈ કમ સે કમ મહાદેવને તો છોડી દીધા હોત. 'આજ બચ્ચા બચ્ચા કહ રહા હૈ- સટ્ટે પે સટ્ટા કોન ખેલ રહા હૈ તો ભૂપેશ કાકા.

છત્તીસગઢમાં બીજેપીની સરકાર બનશે: અમિત શાહ

અમિત શાહે આગળ બીજેપીની જીતનો દાવો કરતા કહ્યું કે, છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ગઈ કાલે રાત્રે મેં રાયપુરમાં બેઠક કરી હતી. કોંગ્રેસના અહીં સૂપડા સાફ થઈ જશે. આવનારા દિવસોમાં આવું ચોક્કસપણે થશે. ભાજપ અહીં સરકાર બનાવવા જઈ રહી છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે અને બાકીની 70 સીટો પર 17મી નવેમ્બરે મતદાન થશે જેના માટે 15 નવેમ્બર સુધી પ્રચાર-પ્રસાર કરી શકાશે. તેને ધ્યાનમાં રાખી કોંગ્રેસ અને ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સતત છત્તીસગઢની મુલાકાત લઈ રહ્યા છે.


Google NewsGoogle News