Get The App

Chhattisgarh Election Results LIVE updates: કોંગ્રેસના સીએમ ભૂપેશ બઘેલના પંજામાંથી છત્તીસગઢ ગયું, ભાજપ સરકાર બનાવશે

છત્તીસગઢમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, ભાજપને સ્પષ્ટ બહુમતી

હાલમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે અને ભુપેશ બઘેલ છે મુખ્યમંત્રી

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News

Chhattisgarh Election 2023 Results LIVE updates: છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે, બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થતું નજરે પડી રહ્યું છે. 90 વિધાનસભા બેઠકો ધરાવતા છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. હાલ છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે અને ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી છે. પરંતુ હવે કોંગ્રેસના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પંજામાંથી છત્તીસગઢ ગયું એવું જ સમજો. કારણ કે રાજ્યમાં બહુમતી માટે 46 બેઠકોની જરૂર હોય છે. ત્યારે આ બહુમતીનો આંકડો પાર કરીને ભાજપ 50થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ 30થી 35 બેઠકો વચ્ચે ચાલી રહ્યું છે. ત્યારે છત્તીસગઢની જનતાનો જનાદેશ ભાજપ તરફી હોવાનું સ્પષ્ટ છે. ભાજપ છત્તીસગઢમાં સરકાર બનાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં અગાઉ 2018માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. રાજ્યમાં 7 અને 17 નવેમ્બર આમ, 2 તબક્કાનું મતદાન યોજાયું હતું. ત્યારે આજે મતગણતરી ચાલી રહી છે. 

Chhattisgarh Election Results LIVE updates: 

ભાજપની જીત નક્કી! કોણ બનશે છત્તીસગઢના મુખ્યમંત્રી?

છત્તીસગઢમાં ભાજપની જીત નક્કી હોવાનું સામે આવતા જ ભાજપમાંથી કોણ મુખ્યમંત્રી હશે તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. કારણ કે ભાજપે છત્તીસગઢમાં મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડી છે. ત્યારે ભાજપ ચાર સૌથી ચર્ચીત ચહેરામાંથી કોઈ એકની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરી શકે છે, જોકે હાઈકમાન્ડ બધાને આશ્ચર્યચકિત કરી શકે તેવા ચહેરની પણ જાહેરાત કરી શકે છે. ભાજપ હરિયાણા-મહારાષ્ટ્રની જેમ નવા ચહેરાની જાહેરાત કરી શકે છે. હાલ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પૂર્વ સીએમ રમણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓ, પૂર્વ સરકારી અધિકારી ઓપી ચૌધરી તેમજ આદિવાસી નેતા રામ વિચાર નેતામના નામની ચર્ચા થઈ રહી છે. જોકે ભાજપ જો બહુમત સાથે ચૂંટણી જીતે છે તો સીએમના ચહેરાની પસંદગીના મામલે આશ્ચર્યચક્તિ પણ કરી શકે છે.

12:45 PM | છત્તીસગઢની VIP બેઠકો પર કોણ આગળ?

- પાટન - ભૂપેશ બઘેલ (કોંગ્રેસ) પાછળ, વિજય બઘેલ (ભાજપ) આગળ.
- અંબિકાપુર - ટીએસ સિંહ દેવ (કોંગ્રેસ) પાછળ, રાજેશ અગ્રવાલ (ભાજપ) આગળ.
- રાજગઢ - પ્રકાશ નાયક (કોંગ્રેસ) પાછળ, ઓમપ્રકાશ ચૌધરી (ભાજપ) આગળ.
- લોર્મી - થાનેશ્વર સાહુ (કોંગ્રેસ) પાછળ, અરુણ સાઓ (ભાજપ) આગળ.
- રાયપુર સિટી સાઉથ - રામસુંદર દાસ (કોંગ્રેસ) પાછળ, બ્રજમોહન અગ્રવાલ (ભાજપ) આગળ.
- દુર્ગ ગ્રામીણ - તામ્રધ્વજ સાહુ (કોંગ્રેસ) પાછળ, લલિત ચંદ્રાકર (ભાજપ) આગળ.


11:25 AM : છત્તીસગઢમાં કોંગ્રેસ મુશ્કેલીમાં, વલણોમાં હવે ભાજપને બહુમતી

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોરદાર મજબૂતી સાથે આગળ વધનાર ભાજપ હવે છત્તીસગઢમાં પણ બહુમતી તરફ આગળ વધી ગયો છે. શરૂઆતના વલણોમાં ભાજપ 52 બેઠક પર લીડ ધરાવે છે જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 37 જ બેઠકો રહી ગઈ છે. જેનાથી ભુપેશ બઘેલના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારની ચિંતા વધી ગઈ છે. 

10:15 AM | છત્તીસગઢમાં 90 બેઠકના વલણ જાણો... 

છત્તીસગઢમાં 90 બેઠકોના વલણમાં કોંગ્રેસ 49 જ્યારે ભાજપ 41 બેઠક પર આગળ છે. 

09:45 AM | છત્તીસગઢમાં સીએમ ભુપેશ બઘેલ પાછળ 

છત્તીસગઢમાં કોંગ્રેસ ભલે બહુમતીનો આંકડો મેળવીને ફરી સત્તા પર દાવો ઠોકી રહી હોય પણ બીજી બાજુ છત્તીસગઢના વર્તમાન સીએમ ભુપેશ બઘેલ મતગણતરીમાં પાછળ દેખાઈ રહ્યા છે. 

09:25 AM | 90માંથી 88 બેઠકોના વલણમાં કોંગ્રેસના ખાતામાં 55

છત્તીસગઢના અત્યાર સુધીના 90 બેઠકોમાંથી 88 બેઠકોના વલણમાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ અત્યારે 55 બેઠકો લીડ ધરાવે છે જ્યારે ભાજપ 33 બેઠકો પર આગળ છે. 

09:00 AM | છત્તીસગઢમાં વલણમાં કોંગ્રેસને બહુમત 

છત્તીસગઢમાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે. તે 48 બેઠકનો જાદુઇ આંકડો પાર કરી ચૂકી છે. જ્યારે ભાજપ 34 બેઠક પર લીડ ધરાવે છે. જ્યારે અન્યો 7 બેઠકો પર લીડ મેળવી રહ્યા છે.  

08:30 AM | છત્તીસગઢમાં પ્રથમ 55 બેઠકના વલણ 

છત્તીસગઢમાં પ્રથમ 55 બેઠકોના વલણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે. ભાજપને 30 બેઠક પર લીડ મળી રહી છે જ્યારે કોંગ્રેસ 27 બેઠક પર લીડ ધરાવે છે. 

08:05 AM | ભુપેશ બઘેલે કરી ટ્વિટ 

08:05 AM | મતગણતરી શરૂ થઇ 

છત્તીસગઢમાં મતગણતરી શરૂ થઇ ચૂકી છે. કોંગ્રેસ નેતા સાહૂએ 75થી વધુ સીટો જીતવાનો કર્યો મોટો દાવો. 

07:45 AM | કુલ 1 લાખ 3 હજાર 753 ટપાલ દ્વારા વોટ આવ્યા 

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની 90 બેઠકો માટે કુલ 1 લાખ 3 હજાર 753 વોટ ટપાલ દ્વારા મળ્યા છે. 


07:10  AM | મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ શરૂ, સુરક્ષા વધારાઈ 

રાયપુરમાં મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અનેક મતદાન કેન્દ્રોની સુરક્ષામાં મજબૂત વધારો કરાયો છે. 

07: 10 AM : છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તા વાપસીની આશા 

બે તબક્કામાં 90 વિધાનસભા બેઠકો પર થયેલી ચૂંટણીના મતદાન બાદ આજે મતગણતરી શરૂ થવાની તૈયારી છે. ત્યારે શરૂઆતી વલણો આવવાની શરૂઆત થોડીવારમાં થશે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે.

છત્તીસગઢમાં 2 તબક્કામાં યોજાયું હતું મતદાન

છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકો માટે 7મી અને 17મી નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. 7 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 20 નક્સલ પ્રભાવિત બેઠકો માટે મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 70 બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણી પંચની એપ વોટર ટર્નઆઉટ મુજબ, બીજા તબક્કામાં 70 સીટો પર 75.08 ટકા મતદાન થયું છે, જે 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 1.8 ટકા ઓછું છે. 2018માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં 76.88 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

કોંગ્રેસે 2018માં મેળવ્યો હતો જવલંત વિજય

છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો જવલંત વિજય થયો હતો. કોંગ્રેસ વિધાનસભાની 90 બેઠકોમાંથી 68 બેઠકો મેળવી હતી, જ્યારે ભાજપે 15, જનતા કોંગ્રેસ છત્તીસગઢે 5, બહુજન સમાજ પાર્ટીએ 2 બેઠકો મેળવી હતી.

2013માં છત્તીસગઢમાં ભાજપે હાંસલ કરી સત્તા

2013ની વિધાનસભા ચૂંટણની વાત કરીએ તો, છત્તીસગઢમાં ભાજપે 49 બેઠકો મેળવી સત્તા પર કબજો જમાવ્યો હતો. જ્યારે કોંગ્રેસને 39, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષને 1-1 બેઠકો મળી હતી.

છત્તીસગઢ ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના મોટા ચહેરાઓ પર સૌની નજર

છત્તીસગઢ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે માનવામાં આવે છે. આ બંને પક્ષોમાંથી ઘણા શક્તિશાળી નેતાઓ ચૂંટણી લડ્યા છે, તેમાંથી કેટલાક ચહેરા એવા છે જેમના પર સૌકોઈની નજર છે. આ ચહેરાઓમાં કોંગ્રેસના ભૂપેશ બધેલ, ટી.એસ.સિંહદેવ, રવિન્દ્ર ચૌબે, અમરજીત ભગત, અનીલા ભીંડિયા, શિવ ડહરિયા, જયસિંહ અગ્રવાલ, તામ્રધ્વજ સાહુ, ગુરુ રૂદ્ર કુમાર, ઉમેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. ચરણદાસ મહંતનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપ તરફથી ડૉ. અરુણ સાઓ, ગોમતી સાંઈ, વિજય બઘેલ અને રેણુકા સિંહ, નારાયણ ચંદેલ, અજય ચંદ્રાકર, બ્રીજમોહન અગ્રવાલ, શિવરતન શર્મા, કૃષ્ણમૂર્તિ બંધી, સૌરભ સિંહ, રંજના દીપેન્દ્ર સાહુ, નાનકી રામ કંવર, પુન્નુલાલ મોહલે, ધરમલાલ કૌશિક સામેલ છે.

Chhattisgarh Election Results LIVE updates: કોંગ્રેસના સીએમ ભૂપેશ બઘેલના પંજામાંથી છત્તીસગઢ ગયું, ભાજપ સરકાર બનાવશે 1 - image



Google NewsGoogle News