બાળકોના ગલ્લાના પૈસાથી ચૂંટણી ફોર્મ ભરવા નિકળ્યા આ ઉમેદવાર, 35 વર્ષથી સ્મશાનમાં આપે છે સેવા

શંકરલાલ શાહુનું કહેવુ છે કે તેઓ સમાજમાં ફેલાયેલી ગંદકી સાફ કરી વિકાસ કરવા ઈચ્છે છે

છેલ્લા શ્વાસ સુધી માનવસેવા માટે સમર્પિત રહીશ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
બાળકોના ગલ્લાના પૈસાથી ચૂંટણી ફોર્મ ભરવા નિકળ્યા આ ઉમેદવાર, 35 વર્ષથી સ્મશાનમાં આપે છે સેવા 1 - image
Image Twitter 


તા. 27 ઓક્ટોબર 2023, શુક્રવાર 

chhattisgarh assembly elections: છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ચુક્યું છે અને તેના માટે હાલમાં ફોર્મ લેવાની પ્રક્રિયા ચાલુ છે. એવામાં છત્તીસગઢ (chhattisgarh)ના વૈશાલીનગર વિધાનસભા (Vaishalinagar assembly) વિસ્તારમાં રહેતા અને મુક્તિધામમાં સેવા આપતા 54 વર્ષીય શંકરલાલ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી માટે ફોર્મ લેવા આવ્યા હતા. મુક્તિધામ (Muktidham) માં સેવા આપતાં 54 વર્ષીય શંકરલાલે ફોર્મ માટે તેના બાળકોના ગલ્લામાં જમા થયેલા 5 હજાર અને તેમની પોતાની બચતના પૈસા એટલે કુલ 10 હજાર રુપિયા લઈ ઉમેદવારી માટે ફોર્મ લેવા ગયા હતા. 

શાહુ રામનગર મુક્તિધામમાં છેલ્લા 35  વર્ષોથી અંતિમ સંસ્કાર કરવાનું કામ કરી રહ્યા છે

અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે આવેલા 54 વર્ષીય શંકરલાલ શાહુનું કહેવુ છે કે તેઓ સમાજમાં ફેલાયેલી ગંદકી સાફ કરી વિકાસ કરવા ઈચ્છે છે. એટલા માટે તેઓ ચૂંટણીમાં જંપ લાવી રહ્યા છે. માહિતી પ્રમાણે શંકરલાલ સાહુ રામનગર મુક્તિધામમાં છેલ્લા 35  વર્ષોથી અંતિમ સંસ્કાર કરવાનું કામ કરે છે. અને તેઓ સમાજ સુધારણા માટે કામ કરવા ઈચ્છે છે તેથી આજે તેઓ ફોર્મ ખરીદવા માટે કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. 

છેલ્લા શ્વાસ સુધી માનવસેવા માટે સમર્પિત રહીશ

શંકરલાલનું કહેવુ છે કે, તેઓ સમાજમાં વિકાસ કરવા માટે કામ કરી રહ્યા છે. વધુમાં તેઓ કહે છે કે, જ્યારે કોરોનાકાળ હતો ત્યારે પણ તેમણે તેમના ત્રણ દિકરાઓને પણ માનવસેવા માટે સમર્પિત કર્યા હતા. હાર-જીત પોતાની જગ્યાએ છે પરંતુ છેલ્લા શ્વાસ સુધી માનવસેવા માટે સમર્પિત રહીશ. આ ઉપરાંત મારા બુથ પર બેસવાવાળુ કોઈ હોય કે ના હોય પરંતુ જનતાની તાકાત અને આશિર્વાદથી ચૂંટણી જરુર લડીશ.

સિક્કા લઈને ફોર્મ લેવા પહોચ્યાં

શંકરલાલ બાળકોના ગલ્લામાંથી નિકળેલા 5 હજારના સિક્કા અને પોતાની બચતના પૈસા એટલે કુલ 10 હજાર રુપિયા લઈ ઉમેદવારી માટે ફોર્મ લેવા પહોચ્યા હતા. તેમનુ કહેવુ છે કે તે વૈશાલી નગરના વિકાસ તથા સમાજસેવા માટે ઘરે-ઘરે જઈ લોકોનો સંપર્ક કરી વોટ માટે અપીલ કરશે. તે વોર્ડ 12માં સુપેલામાં રહેવાસી છે. 



Google NewsGoogle News