Chhattisgarh Election 2023: કોરિયા જિલ્લાના આ ગામમાં માત્ર 5 મતદાતા માટે ઊભુ કરવામાં આવે છે મતદાન કેન્દ્ર

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
Chhattisgarh Election 2023: કોરિયા જિલ્લાના આ ગામમાં માત્ર 5 મતદાતા માટે ઊભુ કરવામાં આવે છે મતદાન કેન્દ્ર 1 - image

Image Source: Freepik

- વહીવટીતંત્રે આવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાન કેન્દ્રો બનાવ્યા છે જેથી ત્યાંના મતદારોને તેમના મતાધિકાર માટે લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે

કોરિયા, તા. 12 ઓક્ટોબર 2023, ગુરૂવાર

Chhattisgarh Assembly Elections 2023: અવિભાજિત કોરિયા (Koriya) જિલ્લાનું એક મતદાન કેન્દ્ર આજથી લગભગ 15 વર્ષ પહેલાં સમગ્ર દેશમાં ચર્ચામાં આવ્યુ હતું. તે પણ માત્ર એટલા માટે કે વહીવટી તંત્રએ અહીં જંગલની વચ્ચે વસેલા એક પરિવારના બે મતદારો માટે મતદાન કેન્દ્ર બનાવ્યું હતું. આ મતદાન કેન્દ્ર ભરતપુર-સોનહત વિધાનસભા ક્ષેત્ર નંબર-1 હેઠળ આવે છે. ત્યારથી લઈને અત્યાર સુધી તે મતદાન કેન્દ્ર બનતું આવી રહ્યુ છે. આ વખતે પણ વહીવટીતંત્ર દ્વારા મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, પરંતુ આ મતદાન કેન્દ્રમાં પરિવારોની સંખ્યા વધી જતા મતદારોની સંખ્યા પાંચ થઈ છે.

ભરતપુર-સોહનત વિધાનસભામાં સ્થિત મતદાન કેન્દ્ર જ્યાં મતદાતા અડધો ડઝનની સંખ્યામાં પણ નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરતપુર-સોનહત વિધાનસભામાં વિસ્તારમાં 3 મતદાન કેન્દ્ર એવા છે જ્યાં મતદાતાઓની સંખ્યા બે આંકડાના અંકને પર પણ નથી પહોંચી. ભરતપુર-સોનહટ વિધાનસભા મતવિસ્તાર એક જંગલ વિસ્તાર છે અને રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો વિસ્તાર છે. વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનું સૌથી મોટું ગુરુઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન આ વિસ્તારમાં આવેલું છે જે ગાઢ જંગલોથી ઘેરાયેલું છે.

માત્ર પાંચ મતદાતા

ગાઢ જંગલના કારણે અનેક ગામો એવા છે જ્યાં પહોંચવા માટે સુલભ રસ્તો પણ નથી. ખૂબ જ મુશ્કેલીથી ટ્રેક્ટર દ્વારા ત્યાં પહોંચી શકાય છે. વહીવટીતંત્રે આવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાન કેન્દ્રો બનાવ્યા છે જેથી ત્યાંના મતદારોને તેમના મતાધિકાર માટે લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે. ભરતપુર-સોનહત વિધાનસભાના શેરદંડ મતદાન મથકમાં એક જ પરિવારના પાંચ લોકો મતદાર તરીકે નોંધાયેલા છે. આ પાંચ લોકોને મતદાનનો અધિકાર આપવા માટે વહીવટીતંત્ર ચાર સભ્યોની પોલિંગ ટીમ બનાવે છે અને તેમને મતદાન સંપન્ન કરવવા માટે અહીં મોકલે છે.

3 પુરુષ અને બે મહિલા મતદાતા

છત્તીસગઢ રાજ્યનો પ્રથમ વિધાનસભા મતવિસ્તાર નંબર-1 ભરતપુર-સોનહતનો અડધો વિસ્તાર કોરિયા અને અડધો મનેન્દ્રગઢ-ચિરમિરી-ભરતપુર જિલ્લામાં છે. અહીં એક મતદાન શેરાડાંડ છે. જ્યાં માત્ર પાંચ મતદાતા જ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મતદાન કેન્દ્ર નંબર-143 શેરાડાંડમાં કુલ પાંચ મતદાતાઓમાં 3 પુરુષ અને બે મહિલા મતદાતાઓ છે. આ એજ મતદાન કેન્દ્ર છે જ્યાં આજથી લગભગ 15 વર્ષ પૂર્વે માત્ર બે જ મતદાતા પતિ અને પત્ની હતા. જેમના માટે વહીવટી તંત્રએ પ્રથમ વખત મતદાન કેન્દ્ર બનાવ્યુ હતું. તે સમયે આ મતદાન કેન્દ્ર માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચામાં રહ્યુ હતું. 

ઝૂપડીમાં મતદાન કેન્દ્ર

હવે પરિવારમાં વધારો થયા બાદ આ પરિવારમાં મતદાતાઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. આ રાજ્યનું એવું મતદાન કેન્દ્ર છે જ્યાં અડધો ડર્ઝન મતદાતાઓ પણ નથી. ભરતપુર-સોનહત વિધાનસભા વિસ્તાર અંતર્ગત મતદાન કેન્દર નંબર 143 શેરાડાંડ છે. અહીં એક પરિવાર જંગલની વચ્ચ નિવાસ કરે છે. અહીં કોઈ સરકારી ઈમારત ઉપલબ્ધ નથી. જેના કારણે વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી કરવા માટે ઝૂંપડી તૈયાર કરવામાં આવે છે. આ ઝૂપડીમાં મતદાન કાર્ય પૂર્ણ કરવામાં આવે છે. અહીં સુધી પહોંચવા માટે પોલિંગ ટીમને ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવે છે. 

કાંટોમાં 12 તો રેવલામાં 23 મતદાતા

ભરતપુર-સોનહત વિધાનસભા હેઠળ ઘણા મતદાન મથકો એવા છે જ્યાં બે ડઝન મતદારો પણ નથી. આવા જ મતદાન મથકોમાં બે મતદાન મથકો એવા છે જેમાં એક મતદાન મથકમાં 12 મતદારો અને બીજામાં માત્ર 23 મતદારો જ મતદાર યાદીમાં નોંધાયેલા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરતપુર-સોનહત વિધાનસભા વિસ્તારનું મતદાન કેન્દ્ર કાંટો જ્યાં માત્ર 12 મતદારો છે. જેમાં સાત પુરુષ અને પાંચ મહિલા મતદારો સામેલ છે. એ જ પ્રમાણે મતદાન મથક નંબર 163 રેવાલા છે જ્યાં કુલ મતદારોની સંખ્યા 23 છે. જેમાં 14 પુરૂષ અને નવ મહિલા મતદારો સામેલ છે.

100% થાય છે મતદાન

કાંટો અને રેવાલા એવા ગામો છે જ્યાં પોલિંગ ટીમો માત્ર ટ્રેક્ટર દ્વારા જ પહોંચી શકે છે. બંને જગ્યાએ પહોંચવા માટે હજુ સુધી રસ્તાની સુવિધા નથી. રેવાલામાં માત્ર ચેરવા સમુદાયના લોકો જ વસે છે. ભરતપુર-સોનહત વિધાનસભા વિસ્તારના મતદાન કેન્દ્ર નંબર 143 શેરાડાંડમાં જ્યારથી મતદાન કેન્દ્ર ઊભુ કરવામાં આવી રહ્યું છે ત્યારથી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં 100% મતદાન થાય છે. 


Google NewsGoogle News