છત્તીસગઢમાં કોંગ્રેસની 17 મોટી જાહેરાત; મહિલા જૂથની લોન માફ, રૂ.10 લાખની ફ્રી સારવાર, રૂ.500માં ગેસ સિલિન્ડર

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરોમાં ખેડૂતોને મોટી રાહત, મહિલા જૂથોની લોન માફ કરવાનું વચન, 7 ડિસેમ્બરે મતદાન

KGથી PG સુધી શિક્ષણ ફ્રી, 200 યુનિટ વિજળી ફ્રી, ગરીબો માટે 17.5 લાખ આવાસ બનાવવાનું પણ કોંગ્રેસનું વચન

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
છત્તીસગઢમાં કોંગ્રેસની 17 મોટી જાહેરાત; મહિલા જૂથની લોન માફ, રૂ.10 લાખની ફ્રી સારવાર, રૂ.500માં ગેસ સિલિન્ડર 1 - image

રાયપુર, તા.05 નવેમ્બર-2023, રવિવાર

Chhattisgarh Assembly Election 2023 : છત્તીસગઢમાં અગાઉ ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે પણ પ્રથમ તબક્કાની ચૂંટણીના છેલ્લા દિવસે પોતાનો ચૂંટણી ઢંઢેરો (Congress Manifesto) જાહેર કર્યો છે. પઠક્ષે કોંગ્રેસની સરકાર બન્યા બાદ મહિલા જૂથની લોન માફ, રૂ.10 લાખની ફ્રી સારવાર, રૂ.500માં ગેસ સિલિન્ડર આપવા સહિતના વચનો આપ્યા છે. કોંગ્રેસે 2023ની ચૂંટણી માટે વચનોની ભરમાર કરી દીધી છે, જોકે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના કાર્યક્રમ દરમિયાન કોઈ મોટા નેતા સામેલ ન હતા.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને મોટી રાહત

કોંગ્રેસે પોતાની સરકાર બન્યા બાદ ખેડૂતોને મોટી રાહત આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, અમે 2018માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ 18.5 લાખ ખેડૂતોના 9272 કરોડની લોન માફ કરી હતી. આ વખતે પણ સરકાર બનતાં જ ખેડૂતોની લોન માફ કરાશે. ઉપરાંત હાલ સરકાર ખેડૂતો પાસેથી પ્રતિ એકર 15 ક્વિન્ટલ ડાંગર ખરીદે છે, જેને હવે 20 ક્વિન્ટર કરાશે.

KGથી PG સુધી શિક્ષણ ફ્રી, 200 યુનિટ વિજળી ફ્રી, રૂ.500 ગેસ સિલિન્ડર

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં તમામ સરકારી સ્કુલો-કોલેજોમાં KGથી PG સુધી શિક્ષણ મફત આપવાની, રાજીવ ગાંધી ભૂમિહીન કૃષિ શ્રમિક ન્યાય યોજના હેઠળ અપાતી સહાયતા રકમ રૂ.7000થી વધારી 10,000 કરવાની, 200 યુનિટ વીજળી ફ્રી તેમજ તેનાથી વધુ વપરાશ કરતા ગ્રાહકોને પણ પ્રતિ મહિને 200 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેર કરાઈ છે. ઉપરાંત કોંગ્રેસે મહતારી ન્યાય યોજનાનો અમલ કરી 1 રિફિલિંગ સિલિન્ડર દીધ રૂ.500ની સબસિડી ઘરની મહિલના સીધા એકાન્ટમાં જમા કરાવવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં 17.5 લાખ ગરીબોને આવાસ, મહિલા જૂથોની લોન માફ કરવાનું વચન

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં 17.5 લાખ ગરીબોને આવાસ આપવાની, ડૉ.ખૂબચંદ બધેલ આરોગ્ય સહાયતા યોજના હેઠળ ગરીબોને 5 લાખ સુધીની ફ્રી સારવારને વધારી રૂ.10 લાખ રૂપિયા કરવાની, મુખ્યમંત્રી વિશેષ આરોગ્ય સહાયતા યોજના હેઠળ રોડ તેમજ અન્ય આકસ્મિક અકસ્માતોમાં ફ્રી સારવાર આપવાની, તેમજ મહિલા સ્વ-સહાય જૂથ અને મહિલા દ્વારા સક્ષણ યોજના અંતર્ગત લેવાયેલ લોન માફ કરવાની પણ જાહેરાત કરાઈ છે.

એક સાથે 7 સ્થળેથી કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો પત્ર જાહેર કરાયો

કોંગ્રેસે જ્યારે 2018માં ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી, ત્યારે રાહુલ ગાંધી (Rahul Gandhi) ઉપસ્થિત હતા, જોકે આ વખતે 2023ની ચૂંટણી માટે પ્રદેશ પ્રભારી કુમારી શૈલજા, સીએમ ભૂપેશ બધેલ (CM Bhupesh Baghel) સહિત 5 મોટા નેતાઓએ અલગ અલગ જિલ્લાઓમાં ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી. શૈલજાએ કોંગ્રેસ ભવનમાંતી, સીએમ બધેલે રાજનાંદગાવથી, પીસીસી અધ્યક્ષ દીપક બૈજે બસ્તરમાંથી, નાયબ મુખ્યમંત્રી ટી.એસ.સિંહદેવ સરગુજામાંથી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.

છત્તીસગઢમાં 2 તબક્કામાં મતદાન

ઉલ્લેખનિય છે કે, આજથી 2 દિવસ બાદ એટલે કે 7 નવેમ્બરથી 5 રાજ્યોની ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. છત્તીસગઢની વાત કરીએ તો અહીં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે 2 તબક્કામાં ચૂંટણી યોજાશે.


Google NewsGoogle News