Get The App

CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા કરી માંગ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે PM મોદીને પત્ર લખી ઓનલાઈન બેટિંગના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલી વેબસાઈટ્સ, એપીકે, ટેલીગ્રામ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, યુઆરએલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા કરી માંગ 1 - image

રાયપુર, તા.03 નવેમ્બર-2023, રવિવાર

છત્તીસગઢ (Chhattisgarh)ના મુખ્યમંત્રી ભુપેશ બધેલે (CM Bhupesh Baghel) ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પત્ર લખ્યો છે. બધેલે આવી એપો પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે, જે અંગે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી પોસ્ટ કરી છે.

મુખ્યમંત્રી ભુપેશ બધેલે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, વડાપ્રધાન મોદીને પત્ર લખી ઓનલાઈન બેટિંગના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલી વેબસાઈટ્સ, એપીકે, ટેલીગ્રામ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, યુઆરએલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. ઓનલાઈન બેટિંગ, ગેમિંગ હેઠળ ગેરકાયદે જુગાર અને સટ્ટા કારોબારનો દેશવ્યાપી ફેલાઈ ગયું છે. આના સંચાલકો વિદેશોમાં બેસીને ગેરકાયદે કારોબાર કરી રહ્યા છે.

મહાદેવ બેટિંગ એપ્સ મામલે CM બધેલ પર ગંભીર આરોપ

ઉલ્લેખનિય છે કે, મહાદેવ બેટિંગ એપ્સ મામલે મુખ્યમંત્રી ભુપેશ બધેલ પર આરોપ લગાવાયા હતા. તે સમયે મહાદેવ બેટિંગ એપ્સના મુખ્ય આરોપી શુભમ સોની (Shubham Soni)એ દાવો કર્યો હતો કે, દુબઈમાં જુગારનો બિઝનેસ ઉભો કરવામાં ભુપેશ બધેલે પ્રોત્સાહિત કર્યો. આ ઘટના સામે આવ્યા રાજકારણમાં ભારે હંગામો મચ્યો હતો. સોનીએ એવો પણ દાવો કર્યો હતો કે, તે તેના સહયોગીઓને મુક્ત કરવા મુખ્યમંત્રીની પાસે પણ ગયો હતો અને તે માટે કુલ 508 કરોડ રૂપિયાની ચુકવણી પણ કરી હતી.

EDએ 14 લોકોને બનાવ્યા આરોપી

મહાદેવ બેટિંગ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 14 લોકોને આરોપી બનાવ્યા છે. આરોપીઓમાં આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર (Saurav Chandrakar), રવિ ઉપ્પલ (Ravi Uppal), એસ.આઈ.ચંદ્રભૂષણ વર્મા, કોન્સ્ટેબલ ભીમ સિંહ, સતીશ ચંદ્રાકર, હવાલા ઓપરેટર્સ દમાની અને આસિમ દાસ સામેલ છે. આ મામલે ઈડીએ ઘણા લોકોને કસ્ટડીમાં પણ લીધા છે. આ કૌભાંડ લગભગ 6 હજાર કરોડનું હોવાનું કહેવાય છે.


Google NewsGoogle News