Get The App

છત્તીસગઢ : બીજાપુરમાં CRPF કેમ્પ પર મોટો હુમલો, ત્રણ જવાનો શહિદ, 14 ઘાયલ

સર્ચ ઓપરેશન કરવા નિકળેલા સીઆરપીએફના કોબરા કમાન્ડો પર આડેધડ ગોળીબાર

CRPFએ સ્થાનિક લોકોની સુરક્ષા માટે આજે જ સુકમાના જગરગુણ્ડામાં કેમ્પ સ્થાપ્યો હતો

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
છત્તીસગઢ : બીજાપુરમાં CRPF કેમ્પ પર મોટો હુમલો, ત્રણ જવાનો શહિદ, 14 ઘાયલ 1 - image


Naxalite Attack in Chhattisgarh : છત્તીસગઢમાં સીઆરપીએફ કેમ્પ પર નકસલીઓએ મોટો હુમલો કર્યો છે, જેમાં ત્રણ જવાનો શહિદ થયા છે, જ્યારે 14 ઘાયલ થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ ઘટના રાજ્યના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર પાસેના ટેકલગુડેમ ગામમાં બની છે. હાલ ઘાયલને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. બીજીતરફ હુમલાની સુચના મળતાં જ સીઆરપીએફ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારની ઘેરાબંધી કરી હુમલાખોરોને પકડવા શોધખોળ અભિયાન શરૂ કર્યું છે.

માઓવાદીઓનો જવાનો પર આડેધડ ગોળીબાર

મળતા અહેવાલો મુજબ નકસલીઓ પર સકંજો કસવા અને સ્થાનિક લોકોને મદદ કરવા સુકમાના જગરગુણ્ડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે 30 જાન્યુઆરીએ જ સુરક્ષા કેમ્પ લગાવાયો હતો. ત્યારબાદ સીઆરપીએફના કોબરા કમાન્ડો જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા. આ દરમિયાન માઓવાદીઓ દ્વારા જવાનો પર આડેધડ ગોળીબાર કરાયો.

જવાનોને પણ માઓવાદીઓને જડબાતોડ જવાબ

સુરક્ષા દળના જવાનો પણ માઓવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપી કાર્યવાહી કરી રહ્યા છે. ઘટનાસ્થળે સેનાના જવાનો સહિતનો કાફલો પહોંચતાં જ માઓવાદીઓ જંગલ તરફ ભાગી ગયા હોવાના અહેવાલો છે.


Google NewsGoogle News