સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી, 200 યૂનિટ મફત વીજળી; છત્તીસગઢમાં પ્રિયંકા ગાંધીના 8 મોટા વચનો

2018માં કોંગ્રેસે 90 વિધાનસભા બેઠકમાંથી 68 બેઠકો પર જીત મેળવી સરકાર બનાવી હતી

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી, 200 યૂનિટ મફત વીજળી; છત્તીસગઢમાં પ્રિયંકા ગાંધીના 8 મોટા વચનો 1 - image


Chhattisgarh Assembly Election 2023 : છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે પૂરું જોર લગાવી રહી છે. કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ જનસભા સંબોધી રહ્યા છે. છત્તીસગઢ ચૂંટણીના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી ખૈરગઢ પહોંચ્યા હતા. જ્યાં તેમણે 8 મોટા ચૂંટણી વચનો આપ્યા. જો કોંગ્રેસની સરકાર બનશે તો ગેસ સિલિન્ડરથી માંડીને વીજળી યુનિટ સુધીની તમામ વસ્તુઓ પર રાહત મળશે.

ખૈરગઢમાં પ્રિયંકા ગાંધીના 8 મોટા વચનો

  • ગૃહિણીના બેંક ખાતામાં ગેસ રિફિલ કરવા પર 500 સબસીડી જમા કરવામાં આવશે
  • 200 યુનિટ સુધી વીજળી ફ્રિ, વધુ વપરાશ પર દર મહિને 200 યુનિટ સુધી મફત વીજળી
  • મહિલા સ્વ-સહાય જૂથો અને સક્ષમ યોજના હેઠળ લીધેલી લોનના વ્યાજમાંથી મુક્તિ 
  • આગામી વર્ષોમાં 700 નવીન ગ્રામિણ ઔદ્યોગિક પાર્કની સ્થાપના 
  • રાજ્યની તમામ સરકારી શાળાઓને અંગ્રેજી અને હિન્દી માધ્યમની શાળાઓમાં અપગ્રેડ કરવામાં આવશે
  • મુખ્યમંત્રી વિશેષ આરોગ્ય સહાય યોજના હેઠળ સડક અકસ્માતો અને અન્ય આકસ્મિક અકસ્માતોમાં છત્તીસગઢના રહેવાસીઓને મફત સારવાર
  • વ્હીકલ બિઝનેસથી જોડાયેલ 6,600 થી વધુ વાહન માલિકોના વર્ષ 2018 સુધી 726 કરોડ રૂપિયાની બાકી વ્હીકલ ટેક્સ, પેનલ્ટી અને વ્યાજ લોનમાં માફી
  • રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખેસારી દાળ પણ ખરીદવામાં આવશે

ગયા વર્ષે આવું રહ્યું હતું ચૂંટણીનું ગણિત 

2018માં કોંગ્રેસે 90 વિધાનસભા બેઠકમાંથી 68 બેઠકો પર જીત મેળવી સરકાર બનાવી હતી. જયારે ભાજપને 15 સીટો જ મળી હતી. રાજ્યમાં JCC(J) અને BSPને અનુક્રમે પાંચ અને સાત બેઠકો મળી હતી. છત્તીસગઢમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોની સંખ્યા 71 છે. આ વખતે પાર્ટીએ 75 સીટો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.


Google NewsGoogle News