Get The App

લાલ આતંક પર પ્રહાર: એન્કાઉન્ટરમાં 31 નક્સલી ઠાર, બે વીર જવાનો શહીદ

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
લાલ આતંક પર પ્રહાર: એન્કાઉન્ટરમાં 31 નક્સલી ઠાર, બે વીર જવાનો શહીદ 1 - image


Chhattisgarh: નક્સલવાદની સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોને ફરી એકવાર એક મોટી સફળતા મળી છે. છત્તીસગઢ-મહારાષ્ટ્ર સીમા પર રવિવારે (9 ફેબ્રુઆરી) અથડામણમાંથી 1000થી વધારે જવાનોએ 31 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. અથડામણમાં DRG અને STFના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે જવાન ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ જવાનોને 12 નક્સલવાદીઓની લાશ મળી છે અને આ તમામની ઓળખ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ દિલ્હીમાં AAPથી હિસાબ બરાબર, હવે બંગાળનો વારો: રાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો ટાર્ગેટ

વહેલી સવારે થઈ અથડામણ

મળતી માહિતી મુજબ, બીજાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે (9 ફેબ્રુઆરી) આ અથડામણ થઈ હતી. બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે. અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ગોળીબારમાં ઘાયલ થયાં છે. આ સિવાય ઘટનાસ્થળેથી ઑટોમેટિક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.



હથિયાર અને વિસ્ફોટક કરાયા જપ્ત

બસ્તર રેન્જ IG સુંદરરાજના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે. બીજાપુર ઈન્દ્રાવર્તી નેશનલ પાર્ક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ શરૂ છે. વળી બીજાપુર SP જીતેન્દ્ર યાદવે કહ્યું કે, ઓપરેશનમાં મારવામાં આવેલાં નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. આ ઓપરેશન મોટું છે અને હજુ ચાલુ છે, બેક પાર્ટી મોકલવામાં આવી છે. નક્સલીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ બીજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રના જંગલમાં થઈ હતી. રવિવારે સવારે આ અથડામણમાં મોટી સંખ્યામાં નક્સલીઓની મોતની ખબર સામે આવી હતી. 

આ પણ વાંચોઃ AAPના સંયોજક પદ પર લટકતી તલવાર: શું રાજ્યસભા જશે કેજરીવાલ? જોકે ત્યાં પણ મોટો પડકાર

બસ્તર IG સુંદરરાજે જણાવ્યું કે, માઓવાદીઓની હાજરીની સૂચના મળતાં જ ફોર્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. બીજાપુર DRG, STF અને બસ્તર ફાઇટર્સના જવાનો દ્વારા નક્સલવાદીઓનો ઘેરાવ કરવામાં આવ્યો છે.

થોડા દિવસો પહેલાં પણ છત્તીસગઢ, ઓડીશા સીમામાં થેયલાં અન્ય એક એનકાઉન્ટરમાં 16 નક્સલીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં, જેમાં 90 લાખ રૂપિયાના ઈનામી ચલપતિ પણ સામેલ હતો. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધી દેશના નક્સલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાની જાહેરાત કરી છે.



Google NewsGoogle News