ચાલુ ગાડીએ રીલ બનાવતી યુવતીનું માથું જ કપાઈ ગયું, રાયપુરમાં ભયંકર માર્ગ અકસ્માત
Chhattisgarh Accident: છત્તીસગઢના રાયપુરમાં બુધવારે (બીજી એપ્રિલ) સાંજે ભયાનક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે સ્કૂટી ચલાવી રહેલી 18 વર્ષીય આલિયા ખાન ડિવાઇડર સાથે અથડાવાથી તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે, તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. વળી, સ્કૂટી પર સવાર બે અન્ય સગીર છોકરીઓ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થઈ હતી.
આ પણ વાંચોઃ રાજ્યસભામાં પણ વક્ફ બિલ પાસ, તરફેણમાં 128 તો વિરોધમાં 95 વોટ, હવે રાષ્ટ્રપતિને મોકલાશે
ચાલતી ગાડીમાં મોબાઈલ પર રીલ બનાવી રહી હતી
આ અકસ્માત છત્તીસગઢના ટિકરાપારા પોલીસ સ્ટેશન વિસ્તારના બોરિયાખુર્દની છે. અકસ્માત બાદ ગુરૂવારે એઆઈજી સંજય શર્મા ઘટનાસ્થળે તપાસ માટે પહોંચ્યા હતાં. તપાસ દરમિયાન સામે આવ્યું કે, સ્કૂટી પર સવાર છોકરીઓ ચાલતી ગાડીમાં મોબાઈલ પર રીલ બનાવી રહી હતી.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ બોમ્બની અમેરિકાને પણ મોટાપાયે નુકસાનની આશંકા
સ્કૂટીની સ્પીડ વધુ હતી
પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂટીની સ્પીડ ખૂબ જ વધારે હતી. આ દરમિયાન સ્કૂટી અનિયંત્રિત થઈને ડિવાઇડર સાથે અથડાઈ અને ત્યારબાદ યુવતીનું માથું થાંભલા સાથે અથડાયું હતું. જેના કારણ યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક યુવતી ટિકરપારાની ચૌરસિયા કોલોનીની રહેવસી હતી અને કોલેજમાં અભ્યાસ કરતી હતી.