OTP આપ્યા વિના પણ ખાતામાંથી લાખો રૂપિયાની ચોરી, બેન્ક કર્મીથી માંડી સિમ વેચનારાની ગેંગની ઠગાઈ
Cyber Fraud Case In Uttar Pradesh: સાયબર ફ્રોડના રોજ નવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. સાયબર ગુનેગારો ભોળી પ્રજાને ફસાવી ચાલાકીથી ચૂનો લગાવે છે. હવે પોલિસી એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે એકદમ ફિલ્મી ઢબે લોકોને છેતરી રહી હતી. જે લોકોની જાણ બહાર જ બેન્કનું ખાતું ખાલી કરી દે છે. તમે હોલીવુડની ફિલ્મ 'કેચ મી ઈફ યુ કેન' જોઈ હશે. આ ફિલ્મમાં લિયોનાર્ડો ડી કેપ્રિયો છે. આ અંગ્રેજી ફિલ્મમાં 1960ના દાયકામાં લોકોને છેતરવા માટે જે સ્ટાઈલ અપનાવવામાં આવી હતી. તે જ ઢબે એક ગેંગનો ઉત્તર પ્રદેશ પોલીસે પર્દાફાશ કર્યો છે.
10 લોકોની ધરપકડ થઈ
ઉત્તર પ્રદેશની બુલંદશહેર જિલ્લાની પોલીસે 10 લોકોની એક ગેંગની ધરપકડ કરી છે, જેણે નિર્દોષ લોકોને છેતરી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેણે ફિલ્મી સ્ટાઈલમાં બેન્ક અને ગ્રાહકને ખબર પણ ન પડે તે રીતે બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી હતી. આ લોકોએ છેતરપિંડી માટે ક્લોનિંગ ચેકનો ઉપયોગ કર્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) શ્લોક કુમારે આ માહિતી આપી. હતી.
આ લોકો સામેલ હતાં
એસએસપીએ કહ્યું કે ધરપકડ કરાયેલી ગેંગના સભ્યો કેટલાક બેન્કના જનરેટર ઓપરેટર હતા, જેમણે ડેટા લીક કર્યો હતો. આ સિવાય ટેલિકોમ કંપનીઓના એજન્ટ પણ હતા, જેઓ સિમ કાર્ડ ટ્રાન્સફર કરતા હતા. કેટલાક લોકો એવા હતા જેમના બેન્ક ખાતામાં પૈસા જમા થયા હતા.
આ રીતે ચોરી કરતાં હતાં
પોલીસે જણાવ્યું છે કે આ ગેંગ ખૂબ જ ચાલાકીથી બેન્ક ગ્રાહકોની ચેક બુક ચોરી કરતી હતી. તેઓ ચેકબુક પ્રિન્ટ થઈ બેન્ક પહોંચે તે પહેલા જ તેની ચોરી કરી લેતાં હતા. બાદમાં જ્યારે ગ્રાહક નવી ચેકબુક માટે અરજી કરે ત્યારે આ ગેંગ નવી ચેકબુકની ડિલિવરી થાય તે પહેલાં જ તેની વિગતો ચોરી બનાવટી ચેકબુક બનાવતી હતી. બાદમાં તેઓ ચેકબુકમાં બનાવટી સહી કરીને ખાતામાંથી રકમ ઉપાડી લેવાનું ફ્રોડ કરતાં હતાં. આ ગેંગ ખાસ કેમિકલનો ઉપયોગ કરીને ચેકબુકમાંથી જૂની વિગતો હટાવી નવી ચેકબુકની વિગતો છાપતી હતી. તેમજ ગ્રાહકોની બનાવટી સહીઓ કરીને પૈસા ઉપાડી લેતી હતી.
15 લાખનું ફ્રોડ થયું હોવાની ફરિયાદથી પર્દાફાશ
સ્થાનિક વ્યક્તિ સાથે 15 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીનો મામલો સામે આવતાં આ મામલાની તપાસ શરૂ કરી. સાયબર ગુનેગારોએ ખૂબ જ ચતુરાઈથી ગ્રાહકને જાણ્યા વગર ગ્રાહકના ચેકનો ઉપયોગ કરીને 15 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ફરિયાદીએ કહ્યું કે તેને બેન્ક તરફથી કોઈ સંદેશ મળ્યો હતો કે, તેના ખાતામાંથી રકમ ડેબિટ થઈ ગઈ છે. જ્યારે ગ્રાહકે તેની પાસબુક અપડેટ કરી તો તેને ખબર પડી કે તેના બેન્ક ખાતામાંથી 15 લાખ રૂપિયા ઉપડી ગયા છે. આ એક સંગઠિત ગેંગ છે અને તેના સભ્યો એક ટીમની જેમ કામ કરે છે. તેઓ કોઈપણ કંપની કે ઓફિસમાં કરે છે. તેઓ લોકોને છેતરવા માટે ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કરતા હતા પહેલા તેઓએ બેન્કમાંથી તે વ્યક્તિની વિગતો મેળવતાં હતા, બાદમાં તે વ્યક્તિના નામે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનું નવુ સિમ કાર્ડ લઈ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરી બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરતાં હતાં.
અમદાવાદમાં સિનિયર સિટીઝનને ડીજીટલ અરેસ્ટ કરીને રૂ.47.62 લાખ પડાવી લેવાયા
સાયબર છેતરપિંડી કરનારાઓ ખાતેદારનું નિધન થયુ હોવાનો ડોળ કરી નવા વ્યક્તિના નામે જૂનો નંબર ખરીદતા હતા. બાદમાં બેન્કની વિગતો વગેરે મેળવી તે OTPનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરતી હતી. લૂંટેરાઓ ફ્રોડની રકમ વિવિધ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરતા હતાં. જેના કારણે તેમને ટ્રેક કરવામાં મુશ્કેલી પડતી હતી અને તેને રિકવર કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. જેઓ ફ્રોડના પૈસાથી જમીન વગેરેમાં રોકાણ કરતાં હતાં.
42 ફોન, 33 સિમ કાર્ડ સહિતની વસ્તુઓ જપ્ત
પોલીસે તેમની પાસેથી 42 મોબાઈલ ફોન કબજે કર્યા છે. 33 સિમ કાર્ડ, 12 ચેકબુક, 20 પાસબુક અને 14 ઓપન ચેક પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે એક કાર પણ જપ્ત કરી છે, જેના ડેશબોર્ડ પર દિલ્હી પોલીસની કેપ રાખવામાં આવી છે. તેની મદદથી તેઓ સુરક્ષા તપાસ વગેરે ટાળી શકાય. તેમની પાસેથી વોકી-ટોકી પણ જપ્ત કરવામાં આવી છે. આ ગેંગ દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગોમાં સક્રિય હતી.