એક કેબ ડ્રાઈવરના બેંક ખાતામાં અચાનક ક્રેડિટ થયા 9000 કરોડ રૂપિયા

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
એક કેબ ડ્રાઈવરના બેંક ખાતામાં અચાનક ક્રેડિટ થયા 9000 કરોડ રૂપિયા 1 - image

Image:Freepik

નવી દિલ્હી, તા.22 સપ્ટેમ્બર 2023, શુક્રવાર  

ચેન્નાઈમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, પહેલી નજરે જેના પર ભરોસો કરવો મુશ્કેલ લાગે. કેબ ડ્રાઈવર રાજકુમારનું તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકમાં બેંક ખાતું છે.

તામિલનાડુના પલાનીના રહેવાસી રાજકુમારને 9 સપ્ટેમ્બરે બેંકમાંથી મેસેજ આવે છે કે, તેના ખાતામાં  9,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. બેંક તરફથી મળેલા આ મેસેજથી મળેલા આ મેસેજથી આશ્ચર્ય થયું હતું. પહેલા તો રાજકુમારને લાગ્યું કે આ એક ફ્રોડ મેસેજ હશે પરંતૂ પછી બેંકમાં જઇને રાજકુમારે તેના મિત્રને 21,000 રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, જે સફળ રહ્યો. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે, બેંક દ્વારા તેના બેંક ખાતામાં ખરેખર રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. રાજકુમારનું તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકમાં ખાતુ હતુ. જોકે, મિનિટોમાં બેંક દ્વારા બાકીની રકમ કાપી લેવામાં આવી હતી.

ગયા વર્ષે, આવા જ કિસ્સામાં, HDFC ગ્રાહકોને તેમના બેંક ખાતામાં અમુક રકમ ક્રેડિટ થયાનો મેસેજ આવ્યો હતો. કેટલાક ખાતાઓમાં 13 કરોડ રૂપિયા સુધીની મોટી રકમ પણ જમા કરવામાં આવી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક ગ્રાહકે ચેન્નાઈ પોલીસને જાણ કરી કે, તેનું બેંક એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ પછી પોલીસ બેંકના શાખા અધિકારીઓ પાસે પહોંચી, જેમણે કહ્યું કે, મેસેજ ભૂલથી મોકલવામાં આવ્યા હતા.


Google NewsGoogle News