ભારતમાં વિમાન દ્વારા આવશે ચિત્તા, PM મોદી પોતે રિસીવ કરવા જશે
નવી દિલ્હી,તા. 9 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
મધ્યપ્રદેશના ચંબલ સંભાગ શ્યોપુર જીલ્લા સ્થિત કૂનો પાલપુર અભયારણ્યમાં દક્ષિણ આફ્રિકાના ચિત્તા અહીં લાવવામાં આવી રહ્યાં છે. મહત્વનું છે કે, દેશના PM મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરનાં રોજ છે. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે આ અભયારણ્યમાં દક્ષિણ આફ્રિકાના ચિત્તાઓને છોડીને તેમના જન્મદિવસની ઉજવણી કરશે. આ ચિત્તાને વીમાનથી અહીં લાવવામાં આવશે.
સત્તાવાર માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી અને ચિત્તાઓના આગમન પહેલા જિલ્લા વહીવટીતંત્રે મોટા પાયે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. દક્ષિણ આફ્રિકાના 12 અને નામીબિયાના આઠ સહિત કુલ વીસ ચિત્તાઓ કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દાખલ થયા હોવાના અહેવાલ છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ કન્સાઇનમેન્ટમાં નામિબિયાથી ત્રણ ચિત્તા, બે નર અને એક માદા લાવવામાં આવી રહ્યા છે. મોદી પોતાના જન્મદિવસે તેમને અભયારણ્યમાં છોડી દેશે. બાકીના ચિત્તાઓને બાદમાં અહીં લાવીને આ અભયારણ્યમાં છોડવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
અહીં 500 ચોરસ કિલોમીટર એન્ક્લોઝર સ્પેશિયલ ચિત્તા માટે બનાવવામાં આવ્યો છે. આ એન્ક્લોઝરની નજીક ચાર હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેના પર ચિત્તા લાવવાનું હેલિકોપ્ટર ઉતરશે.
જ્યાં વડાપ્રધાન અને અન્ય વિશેષ મહેમાનોના હેલિકોપ્ટર ઉતરશે. એન્ક્લોઝરનો મુખ્ય દરવાજો હેલિપેડથી 300 મીટર દૂર છે, જ્યાંથી વડાપ્રધાન મોદી ચિતાઓને છોડશે.
વડાપ્રધાન મોદીની અહીં આવવાની મંજૂરી મળ્યા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતે કુનો પાલપુર અભયારણ્યમાં વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યા છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ અભયારણ્યમાં નજર રાખી રહ્યાં છે.