છોકરીની અવાજમાં મીઠી-મીઠી વાતો કરીને છેતરનારો ઝડપાયો, રૂ. 1.40 કરોડની છેતરપિંડીનો ઘટસ્ફોટ
Iamge Social Media |
Dream Girl Cyber fraud bilaspur chhattisgarh: છત્તીસગઢના બિલાસપુરમાંથી છેતરપિંડીનો એક નવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સોફ્ટવેર એન્જિનિયર ડ્રીમગર્લના પ્રેમમાં છેતરપિંડીનો શિકાર બન્યો હતો. આરોપીઓએ તેમની પાસે 1 કરોડ 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ કેસની હકીકત એવી છે કે, એક મિમિક્રી આર્ટિસ્ટે છોકરીના અવાજમાં વાત કરી અને તેમની સાથે લગ્ન કરવાની લાલચ આપતી વાત કરીને ફસાવ્યા હતા. ત્યાર બાદ આ ઠગે તેઓને મહિલા અવાજમાં બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું શરુ કર્યું. ફરિયાદ મળ્યાના 48 કલાકમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પીડિત સોફ્ટવેર એન્જિનિયર નીતિન જૈને પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે, "હું મધ્યપ્રદેશના મૈહરનો રહેવાસી છું અને લગ્ન કરવા માટે છોકરી શોધી રહ્યો હતો. આ દરમિયાન મારી મુલાકાત રોહિત જૈન નામના યુવક સાથે થઈ હતી. એ પછી અમારા બંને વચ્ચે વાતચિત થઈ અને મિત્ર બની ગયા. રોહિતને ખબર પડી ગઈ કે, હું લગ્ન માટે છોકરી શોધી રહ્યો છે. બસ તેનો ફાયદો ઉઠાવીને આરોપીએ મારો કોન્ટેક્ટ વધાર્યો અને તેને મને લગ્ન માટે સારી છોકરીને મળાવવાનું કહ્યું. એટલું જ નહીં રોહિતે મને કેટલીક છોકરીઓના ફોટા પણ મોકલ્યા હતા. જેમાં મેં એકતા જૈન નામની યુવતીને લગ્ન માટે પસંદ કરી હતી."
સોફ્ટવેર એન્જિનિયરે કરી 1 કરોડ 40 લાખની છેતરપિંડી
એ પછી રોહિત જૈન યુવતીનો અવાજ કાઢી નીતિન સાથે વાત કરતો હતો. એ પછી ફોન પર બંને કલાકો સુધી વાત કરવા લાગ્યા. રોહિતે થોડા દિવસો સુધી યુવતીના અવાજમાં વાત કર્યા પછી આરોપીએ તેની સાથે લગ્ન કરવાની સંમતિ આપીને છેતરપિંડી કરવાનું શરુ કર્યું. ત્યાર બાદ નવી નવી તરકીબો શોધીને નીતિન પાસેથી પૈસા ખંખેરવા લાગ્યો. શરુઆતમાં આરોપીએ એકતા બીમાર હોવાનું અને અન્ય જરૂરિયાતો હોવાનું કહીને નીતિનને અલગ-અલગ બેંક ખાતામાં આશરે રૂ. 30 લાખ પડાવ્યા હતા.
આ પછી આરોપીએ નવું સિમકાર્ડ ખરીદી એકતા જૈનના ભાઈ અંશુલ જૈન તરીકે ઓળખ આપી તેની બહેન સાથે લગ્ન કરવા માટે પરિવારની સંમતિ આપી. વાતચીત દરમિયાન શેરબજારમાં નુકસાન, પ્રોપર્ટી ટેક્સ ભરવા અને કૌટુંબિક વિવાદોને ટાંકીને વિવિધ બેંક ખાતામાં આશરે રૂ. 30 લાખ પડાવ્યા. આ કરતાં કરતાં રોહિતે નીતિન પાસેથી કુલ 1 કરોડ 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પરંતુ જ્યારે નીતિનને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે ઘણી વાર થઈ ગઈ હતી. એ પછઈ તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
આ અંગે માહિતી આપતાં પોલીસને જણાવ્યું કે, આરોપી સ્કૂલ સમયમાં શાનદાર મિમિક્રી કલાકાર હતો. તેની આ હુનરના કારણે તે સ્કૂલમાં દરેક લોકો તેના વખાણ કરતાં હતા. તેમજ ઘણા કાર્યક્રમોમાં મિમિક્રી કરીને લોકોની પ્રશંસા મેળવતો હતો. પરંતુ તેની હુનરનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરી છે. પોલીસે ઘટનામાં વપરાયેલ 2 એન્ડ્રોઇડ ફોન, 2 કી-પેડ ફોન અને 11 સિમ કાર્ડ જપ્ત કર્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો છે.