Get The App

Char Dham Yatra 2025: કેદારનાથ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 5 મિનિટમાં ફુલ, IRCTC એ રાખ્યું આટલું ભાડું

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
Char Dham Yatra 2025: કેદારનાથ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 5 મિનિટમાં ફુલ, IRCTC એ રાખ્યું આટલું ભાડું 1 - image
Image Twitter 

Char Dham Yatra 2025, helicopter booking : ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટરથી પણ દર્શન કરવા માટે કેદારનાથ લઈ જવામાં આવે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે, જેવી હેલિકોપ્ટર બુકિંગ સેવાની શરુઆત થઈ તેની પાંચ જ મિનિટમાં 35 હજાર ટિકિટ બુક થઈ ગઈ હતી. 

આ પણ વાંચો: પ.બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય... મુખ્યમંત્રી મમતા બેનરજીની મોટી જાહેરાત

પહેલીવાર ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી સરકારે IRCTC એ હેલિકોપ્ટર ટિકિટ બુકિંગની જવાબદારી આપવામાં આવી છે. અત્યાર સુધી ટિકિટ ફક્ત હેલિકોપ્ટર કંપનીઓ પાસેથી જ બુકિંગ કરાવી શકાતી હતી. મંગળવારના રોજ 12 વાગે હેલિકોપ્ટર બુકિંગની સેવાની શરુઆત થઈ હતી અને 12:05 વાગ્યે સ્ક્રીન પર 'નો રૂમ' જોવા મળ્યું હતું. એટલે કે તમામ ટિકિટો 5 મિનિટમાં બુક થઈ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે. 

કેટલું રાખવામાં આવ્યું ભાડું

નોંધનીય છે કે, શ્રદ્ધાળુઓ આ વખતે ચારધામ યાત્રાને લઈને વધુ ઉત્સાહી જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હેલિકોપ્ટર દ્વારા ગુપ્તકાશીથી કેદારનાથનું ભાડું 8532 રુપિયા છે, જ્યારે ફાટાથી 6062 રુપિયા અને સિસોથી 6060 રુપિયા પ્રતિ યાત્રી છે. આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા પર કોઈ સમય મર્યાદા રાખવામાં નહીં આવે. આ માહિતી ગઢવાલ ડિવિઝનલ કમિશ્નર વિનય શંકર પાંડેએ આપી હતી. એટલે કે, આ વખતે એક દિવસમાં જેટલા ભક્તો ઇચ્છે તેટલા દર્શન કરી શકશે.

પ્રવાસ સંબંધિત મહત્ત્વપૂર્ણ જાણકારી 

  • ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થશે
  • કેદારનાથના દરવાજા 2 મેના રોજ ખુલશે
  • મંગળવારથી હેલિકોપ્ટર બુકિંગની શરુઆત
  • મે મહિના માટે 38 હજાર ટિકિટ માત્ર પાંચ મિનિટમાં બુક થઈ ગઈ
  • તમે ત્રણ અલગ અલગ લેન્ડિંગ પેડ પરથી હેલિકોપ્ટર લઈને કેદારનાથ જઈ શકો છો.
  • ગુપ્તકાશી, ફાટા અને સિરસી હેલિપેડથી હેલિકોપ્ટર લેવું પડે છે.
  • ગુપ્તકાશીથી કેદારનાથ સુધી હેલિકોપ્ટર દ્વારા ભાડું : 8532 રૂપિયા
  • ફાટાથી કેદારનાથનું ભાડું 6062 છે.
  • સિસોથી કેદારનાથનું ભાડું 6060 છે

આ પણ વાંચો: વક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી, AAP-BJPના MLA બાખડ્યાં

અત્યાર સુધીમાં આટલા શ્રદ્ધાળુઓએ કરાવી નોંધણી

તમારી જાણકારી માટે કે, 20 માર્ચથી ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 13.53 લાખ યાત્રાળુઓએ ઓનલાઇન નોંધણી કરાવી છે. યાત્રાળુઓ 28 એપ્રિલથી ઓફલાઇન નોંધણી કરાવી શકશે. ઓફલાઇન નોંધણી માટે 60 કાઉન્ટર ઊભા કરવામાં આવશે. આ કાઉન્ટરો પહેલા 15 દિવસ માટે 24 કલાક સેવા પણ પૂરી પાડશે. નોંધનીય છે કે વર્ષ 2024માં 45 લાખ યાત્રાળુઓની નોંધણી થઈ હતી.

Tags :