Get The App

'ભારત માતાની જય' બોલવું એ હેટ સ્પીચ નથી, હાઈકોર્ટે 5 લોકો સામે દાખલ FIR ફગાવી દીધી

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
'ભારત માતાની જય' બોલવું એ હેટ સ્પીચ નથી, હાઈકોર્ટે 5 લોકો સામે દાખલ FIR ફગાવી દીધી 1 - image


Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, 'ભારત માતાની જયના નારા લગાવવા એ હેટ સ્પીચ નથી.' આ ઉપરાંત હાઈકોર્ટે આઈપીસીની કલમ 153A હેઠળ પાંચ લોકો સામે નોંધાયેલી એફઆઈઆરને પણ ફગાવી દીધી હતી. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, હાઈકોર્ટે કહ્યું કે, 'ભારત માતાની જયના ​​નારા લગાવવા એ હેટ સ્પીચ નથી. આને કોઈપણ રીતે ધર્મો વચ્ચે વૈમનસ્ય અથવા દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા તરીકે અર્થઘટન કરી શકાય નહીં.'

એફઆઈઆરને રદ કરતાં કર્ણટક હાઈકોર્ટે કહ્યું કે, 'અગાઉના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને, આ કેસની તપાસને મંજૂરી આપવી એ પ્રથમ દૃષ્ટિએ ભારત માતાની જયના ​​નારા લગાવવાની તપાસને મંજૂરી આપશે, જે કોઈપણ રીતે ધર્મો વચ્ચે વૈમનસ્ય અથવા દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા તરીકે અર્થઘટન કરી શકાય નહીં.'

જાણો શું સમગ્ર મામલો

પોલીસે જૂન 2024માં કર્ણાટકના ઉલ્લાલ તાલુકાના પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અરજદારોએ આરોપ છે કે, નવમી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે લોકોના એક જૂથે તેમના પર હુમલો કર્યો હતો. જ્યારે તેઓ ભારત માતાની જયના નારા લગાવી રહ્યા હતા ત્યારે તેમને માર મારવામાં આવ્યો હતો અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સાત ગેરન્ટી બાદ કોંગ્રેસે હરિયાણા માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો શું વચનો આપ્યા?


અરજદારોએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી, પરંતુ બીજા જ દિવસે તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153A સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી, જે ધર્મ, જાતિ અને સ્થાનના આધારે વિવિધ જૂથો વચ્ચે ભેદભાવને પ્રતિબંધિત કરે છે. જન્મથી દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે સજાની જોગવાઈ કરે છે.

એફઆઈઆર એક મુસ્લિમ વ્યક્તિની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવી હતી, જેમણે આરોપ લગાવ્યો હતો કે અરજદારોએ તેમને ધમકી આપી હતી. જો કે, જસ્ટિસ નાગપ્રસન્નાએ કહ્યું કે, 'આ અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર વળતો હુમલો છે. આ કેસમાં કલમ 153Aનો એક પણ ઘટક પૂરો થયો નથી. તેથી અરજદારો સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવામાં આવી છે.'

'ભારત માતાની જય' બોલવું એ હેટ સ્પીચ નથી, હાઈકોર્ટે 5 લોકો સામે દાખલ FIR ફગાવી દીધી 2 - image


Google NewsGoogle News